Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડમાં સિવિલ હોસ્પિટલનું મોટુ કનેક્શન આવ્યુ સામે

રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડની તપાસમાં સિવિલનું મોટુ કનેક્શન સામે આવ્યુ છે. જેમાં GMSCLનો મેનેજર પ્રતિકે જ કારસ્તાન કર્યુ હતુ. તેમજ સરકારી દવા સરકારને જ પરત વેચવાનું કારસ્તાન છે. ત્યારે સિવિલમાંથી જે દવા માંગવામાં આવે તે સ્ટોકમાં ન હોવાનું જણાવતો...
રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડમાં સિવિલ હોસ્પિટલનું મોટુ કનેક્શન આવ્યુ સામે

રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડની તપાસમાં સિવિલનું મોટુ કનેક્શન સામે આવ્યુ છે. જેમાં GMSCLનો મેનેજર પ્રતિકે જ કારસ્તાન કર્યુ હતુ. તેમજ સરકારી દવા સરકારને જ પરત વેચવાનું કારસ્તાન છે. ત્યારે સિવિલમાંથી જે દવા માંગવામાં આવે તે સ્ટોકમાં ન હોવાનું જણાવતો હતો.

Advertisement

જરૂરી દવાઓ ખાનગી એજન્સીમાંથી મંગાવી સિવિલમાં વેચતો હતો. ફાર્મા વિભાગમાં સેટિંગ કરી દવા સિવિલમાં વેચતો હતો. તેમાં સિવિલના સ્ટોર ઈન્ચાર્જ ડૉક્ટર રોય સાથે સતત સંપર્કમાં રહી અન્ય ત્રણ ફાર્માસિસ્ટ સાથે પણ પ્રતિકના સંપર્કો હતા. સિવિલમાં કેવી રીતે GMSCLનો મેનેજર પ્રતીક સેટિંગ કરી સરકારની દવા સરકારને વેચતો તેનો પર્દાફાશ થયો છે. સરકારી દવા સરકારને જ વેચવા મેનેજર પ્રતીકે સેટિંગ કર્યું હતું.

Advertisement

દવાઓ સિવિલ બહારની ખાનગી એજન્સીઓ પાસેથી ખરીદતી

Advertisement

સિવિલમાં ફાર્મા વિભાગમાં સેટિંગ કરી સરકારી દવા જ મેનેજર પ્રતીક સિવિલમાં વેચતો હતો. સિવિલના સ્ટોર ઇન્ચાર્જ ડો.રોય, ફાર્માસિસ્ટ બી.એમ. મેતાલીયા, રાજેન્દ્ર રાઠોડ અને વી.કે. શિંગાળા સહિતના સાથે સંપર્ક કર્યા હતા. સિવિલમાં જે દવાની જરૂર હોય તે GMSCLમાં મેનેજર પ્રતીક પાસે મંગાતી હતી. સિવિલ જે દવાઓ મેનેજર પાસે મંગાવે તે દવાઓ નથી તેવું મેનેજર કહેતો હતો. ત્યારબાદ મેનેજર સિવિલમાં જે દવાની જરૂર હોય તેનો સ્ટોક તેની ખાનગી પેઢીમાં કરી લેતો અને એ દવા સિવિલમાં વેચતો હતો. સિવિલના ફાર્માસિસ્ટ મેનેજર પ્રતીક પાસેથી દવાઓ ખરીદતા હતા. GMSCL ગોડાઉનમાં જે દવાઓ ન મળતી હોય તે દવાઓ સિવિલ બહારની ખાનગી એજન્સીઓ પાસેથી ખરીદતી હોય છે.

આ પણ  વાંચો - ક્રેટા કાર અને પિક અપ ડાલા વચ્ચે અકસ્માત, ક્રેટા કારમાંથી મળી દારૂની બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ

Tags :
Advertisement

.