Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢમાં પુષ્ટિ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થશે, મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટ્યાં

અહેવાલ--- સાગર ઠાકર  આ મહોત્સવમાં પ્રથમ દિવસે 50 હજારથી વધુ વૈશ્ણવોએ લાભ લીધો જૂનાગઢમાં પુષ્ટિ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થવા જઈ રહ્યું છે. વડાલ નજીક પુષ્ટિ સંસ્કાર ધામનો શિલાન્યાસ મહોત્સવ યોજાય રહ્યો છે. જેમાં એક અઠવાડીયા સુધી વિવિધ...
જૂનાગઢમાં પુષ્ટિ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થશે  મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટ્યાં

અહેવાલ--- સાગર ઠાકર 

Advertisement

આ મહોત્સવમાં પ્રથમ દિવસે 50 હજારથી વધુ વૈશ્ણવોએ લાભ લીધો

જૂનાગઢમાં પુષ્ટિ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થવા જઈ રહ્યું છે. વડાલ નજીક પુષ્ટિ સંસ્કાર ધામનો શિલાન્યાસ મહોત્સવ યોજાય રહ્યો છે. જેમાં એક અઠવાડીયા સુધી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો, આધુનિક શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના સમન્વય સાથે કાર્યક્રમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં પ્રથમ દિવસે 50 હજારથી વધુ વૈશ્ણવોએ લાભ લીધો હતો. આ મહોત્સવમાં પુષ્ટિ સંપ્રદાયનો સેવા પ્રકાર તથા પૂજા પધ્ધતિનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તે ઉપરાંત સાયન્સ એન્ડ઼ ટેકનોલોજી સાથે ગૌશાળાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.

Advertisement

જૂનાગઢ તાલુકાના વડાલ ગામ નજીક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું પુષ્ટિ સંસ્કાર ધામ સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે, જેનો સપ્ત દિવસીય શિલાન્યાસ મહોત્સવ યોજાઈ રહ્યો છે, પુષ્ટિ સંસ્કાર ધામના ફેઝ 1 નું કામ પૂર્ણ થવાના ચરણ પર આવી ગયું છે. ત્યારે ફેઝ 2 ના કાર્યો માટે શિલાન્યાસ મહોત્સવ યોજાઈ રહ્યો છે, 150 વિઘામાં પુષ્ટિ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ તૈયાર થવા જઈ રહ્યું છે.

સંપ્રદાયના વિશ્વના સૌથી મોટા સંકુલનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું

Advertisement

આ સાત દિવસ સુધી ચાલનારા શિલાન્યાસ મહોત્સવમાં પાંચ લાખ વૈશ્ણવ ભાવિકો ઉમટી પડશે. તેથી તેમના ચા પાણી તથા ભોજનની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે, પાંચ હજાર જેટલા સ્વયંસેવકો અહીં સેવા આપી રહ્યા છે. પુષ્ટિ સંસ્કાર ધામ  ફેઝ 1 માં 1.5 લાખ સ્કવેર ફુટનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું જેમાં સંસ્થાનું હેડક્વાર્ટર, અતિથિ નિવાસ, ગૌશાળા વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે ફેઝ 2 માં વલ્લભધામ પુષ્ટિ સંસ્કાર ઈન્ટરનેશ્નલ સ્કુલ, સંસ્કૃત વિદ્યાલય, ગૌપાલ પ્રસાદમ ભોજનાલય, ગીતાવન ઉદ્યાન, ગોકુલવન ઓડીટોરીયમ તથા ગોવિંદઘાટ જેવા વિવિધ વિભાગોનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.

ગૌસ્વામી કિશોરચંદ્ર બાવાશ્રીની પ્રેરણાથી તેમના ઉત્તરાધિતારી ગૌસ્વામી પિયુષ બાવાશ્રી તથા વ્રજવલ્લભ બાવાશ્રી અને પુણ્યશ્લોક બાવાશ્રી દ્વારા પુષ્ટિ સંસ્કાર ધામનુ નિર્માણ કાર્ય સર્વજનહિત, સમાજ હિત અને રાષ્ટ્ર હિત માટે કરવામાં આવ્યું છે. સંસ્કૃતિની રક્ષા થાય અને સંસ્કારી તથા રાષ્ટ્રભક્તિ સાથેની વ્યક્તિનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે આ પુષ્ટિ સંપ્રદાયના વિશ્વના સૌથી મોટા સંકુલનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: શક્તિપીઠ અંબાજીને કેન્દ્ર સરકાર દ્વારા 3 વર્ષની અંદર બનાવવામાં અલૌકિક

Advertisement

.