Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં ઘરે ઘરે ખાટલા, હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ, મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    ગોંડલ શહેર માં રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગી ના ખાટલા મંડાણા છે.ચિકન ગુનીયા, ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શન સાથે હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ રહીછે.ખુબીની વાત એ ગણાય કે ચિકન ગુનીયા કે તિવ્ર તાવ સાથેનાં લક્ષણો વચ્ચે...
ગોંડલમાં ઘરે ઘરે ખાટલા  હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ  મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

ગોંડલ શહેર માં રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગી ના ખાટલા મંડાણા છે.ચિકન ગુનીયા, ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શન સાથે હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ રહીછે.ખુબીની વાત એ ગણાય કે ચિકન ગુનીયા કે તિવ્ર તાવ સાથેનાં લક્ષણો વચ્ચે લેબોરેટરી રિપોર્ટ નોર્મલ આવતા ડોક્ટરો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.

Advertisement

Image preview

તાલુકા માં પણ વિષમ પરિસ્થિતિ છે.તાલુકા ના સુલતાનપુર મા મિશ્ર વાતાવરણ મા ઘેર ઘેર વાયરલ તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ના કેસ જોવા મળ્યા છે વાદળછાયા વાતાવરણ ને કારણે મિશ્ર ઋતુ થવાંથી રોગચાળો વકર્યો છે સુલતાનપુર મા પાણીજન્ય તેમજ મચ્છર જન્ય રોગચાળા એ માજા મૂકી છે ત્યારે છેલ્લા અઠવાડિયા મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુલતાનપુર ખાતે ઓપીડી ના કેસ મા વધારો જોવા મળ્યો છે

Advertisement

જેમાં શરદી, ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્સન તાવ જેવા કેસો જોવા મળેલ છે મલેરિયા ના કેસ તેમજ ડેન્ગ્યુ ચિકનગુનિયા ના શંકાસ્પદ કેસ આવે છે ત્યારે સુલતાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીમ વર્ક થી ઘરે ઘરે જઈ કામગીરી કરી 300 જેવા ઘરો નું સર્વે હાથ ધરેલ છૅ આ કામગીરી આવતા અઠવાડિયા સુધી ટીમ વર્ક થી ચાલુ રહેશે તેમજ ગામલોકો ને આ રોગચાળા મા કેમ સાવચેત રહેવું તે બાબત ની માહિતી ટીમ દ્વારા આપવામાં આવે છે તેમ મેડિકલ ઓફિસર સુલતાનપુર ના ડો. હિમાલય જયસ્વાલ દ્વારા જણાવવામાં આવ્યું છે .

આ  પણ   વાંચો -BHARUCH : લંપટ શિક્ષક સામે ફરિયાદ, શિક્ષકના મોબાઈલમાંથી અન્ય વિદ્યાર્થિનીઓના ફોટો પણ મળી આવ્યા

Tags :
Advertisement

.