છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાયા, તંત્રનો પોલ ખુલી
Chhotaudepur ; છોટાઉદેપુર (Chhotaudepur)નગર સહિત પંથકમાં જૂન માસમાં મેઘરાજાના અનેક મિસકોલ મળ્યા બાદ હવે જાણે કે ટેસ્ટ ઈનિંગ રમવા જ પધાર્યા હોય તેમ 20 - 20 થી શરૂઆત કરી દીધી છે. તેવામાં જ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થતી નગરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ સ્વરૂપે દ્રશ્યમાન થાય છે.એક સામાન્ય જ્ઞાન પ્રમાણે રોડ રસ્તા લાઈટ સાફ-સફાઈની વ્યવસ્થાઓ પ્રજાને પૂરી પાડતાં સંસ્થાનો દ્વારા ચોમાસુ નો પ્રારંભ થાય તેના 15 દિવસ પહેલા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની હોય છે.
જાહેર માર્ગો વરસાદમાં ધોવાયા
ત્યારે છોટાઉદેપુર તેમજ તાલુકાના વિશાળ જન સમુદાયને આરોગ્ય સેવા પૂરી પાડતા સિવિલ હોસ્પિટલના ગેટ સામે જ મસ મોટા રોડ ઉપર ખાડા પડ્યા હોય જેને લઇ રાહદારીઓ તેમજ વાહન ચાલકો પારવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ તંત્રને તેની મરામત કરાવવાની ફુરસદ મળી રહી નથી.આ સિવાય નગરના કલબ રોડ, સ્ટેટ બેંક રોડ, ગૌરવ પથ, શાકમાર્કેટ, મહિલા પોલીસ સ્ટેશન રોડ જેવા તમામ જાહેર માર્ગો ઉપર ખાડાઓ પડ્યા હોય જેને લઇ પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે.
છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના ગેટ બહાર પડેલ ખાડાઓને લઈ અનેક અકસ્માતો આંતરે દિવસે થતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે એ નોંધનીય પણ છે.કે આ જાહેર માર્ગ ઉપર સિવિલ હોસ્પિટલ સિવાઈ અનેક સરકારી કચેરીઓ આવેલી છે જેમકે નગરસેવા સદન,જિલ્લા સેવા સદન,કોર્ટ સંકુલ એસ એફ હાઇસ્કુલ,પ્રાયોજના વહીવટદારની કચેરી માંટે પ્રજાનો ઘસારો પણ આ રોડ પર વધુ પ્રમાણમાં જોવા મળી આવે છે.જોકે થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી છોટાઉદેપુર નગરમાં પ્રવેશોત્સવ દ્વારા આવનાર હોય તંત્ર દ્વારા કપચી નાખી ખાડાઓને પુરવામાં આવ્યા હતા. પરંતુ આ કપચી બે થી ત્રણ દિવસમાં વરસાદી પાણીમાં ધોવાઈ જતા પુનઃ ખાડાઓ ખુલ્લા થઈ જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તો રાહદારીઓને પારવાર હાડમારી ભોગવવાના વારા આવી રહ્યા છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે લોકો સિવિલ હોસ્પિટલ રોડ ઉપર અવારનવાર ખાડાઓને લીધે અકસ્માત થતા હોય તેને અકસ્માત ઝોન તરીકે પણ લોકો જોઈ રહ્યા છે. તો નગરમાં ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર ખાડાઓ પડી ગયા છે અને તંત્રની ઊંઘ ઊડતી નથી તેવામાં છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક ને લોકો ખાડા સભર નગર તરીકે જોવા વિવશ બની ગયા છે.
અહેવાલ -તૌફિક શેખ -છોટાઉદેપુર
આ પણ વાંચો - Valsad પોલીસે પકડ્યો ફ્લાઇટમાં ચોરી કરવા આવતા ચોરને…
આ પણ વાંચો - VADODARA : ખુલ્લી કાંસ પશુ માટે આફતરૂપ બન્યું
આ પણ વાંચો - Rajkot પાસે પીપળીયામાંથી નકલી શાળા પકડાઇ…