Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના વિકાસમાં જાપાનની મહત્વપૂર્ણ ભૂમિકા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટોકિયો-જાપાનમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે યોજાયેલા મિલન સમારોહમાં જણાવ્યું કે, ગુજરાતીઓ અને ભારતીય સમુદાય સાહસિકતા અને વેપાર કુશળતાથી વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન-રાજ્ય ગુજરાતના વિકાસની સુવાસ...
07:39 PM Nov 26, 2023 IST | Hiren Dave

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટોકિયો-જાપાનમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે યોજાયેલા મિલન સમારોહમાં જણાવ્યું કે, ગુજરાતીઓ અને ભારતીય સમુદાય સાહસિકતા અને વેપાર કુશળતાથી વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થયેલા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન-રાજ્ય ગુજરાતના વિકાસની સુવાસ જાપાનમાં પણ પ્રસરાવી રહેલા ભારતીય અને ગુજરાતી સમુદાય તેનું આગવું દ્રષ્ટાંત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2007માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની લીધેલી મુલાકાતથી ગુજરાત-જાપાન વચ્ચે બિઝનેસ એન્ડ કલ્ચરલ રિલેશન્સનો વ્યાપ વધ્યો છે.

ગુજરાતના વૈશ્વિક વિકાસની આગવી ઓળખ બની : મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ  પટેલ

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે બે દાયકા પૂર્ણ કરી ગુજરાતના વૈશ્વિક વિકાસની આગવી ઓળખ બની છે.ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોહબ ઉપરાંત હવે ગ્રીન હાઈડ્રોજન, સેમીકંડક્ટર અને ઈ-મોબિલિટી જેવા નવા ઊભરતાં સેક્ટર્સમાં પણ રોકાણો માટેનું હબ બનવા સજ્જ થયું છે, એમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.

 

લીડરશીપમાં ભારત વિકાસની નવી ઊંચાઈઓ પર 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ભારત વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી રહ્યું છે અને ગુજરાત પણ દેશના વિકાસના રોલમોડેલ તરીકે તેમાં અગ્રેસર છે, એમ  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાકાર કરતા જી-20ની ઈન્ડિયા પ્રેસિડેન્સી સફળતાપૂર્વક પાર પાડી છે.G-20 કેવી રીતે સાકાર થઈ શકે તે વડાપ્રધાનશ્રીએ માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ, દેશના વિવિધ રાજ્યોમાં G-20 બેઠકોના સફળ આયોજનથી સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું છે. ગુજરાતમાં G-20ની 17 જેટલી બેઠકો યોજવામાં આવી હતી, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

જાપાન ગુજરાતના વિકાસમાં ભાગીદાર રહ્યું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ  પટેલ 

મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ G-20ની પ્રેસીડેન્સી સફળતાપૂર્વક પાર પાડીને વિશ્વને બતાવી દીધું કે ભારત વિશ્વની અર્થ વ્યવસ્થામાં માત્ર ગ્રોથ એન્જિન જ નથી પરંતુ થોટ લીડર તરીકે પણ વૈશ્વિક સ્તરે ઊભરી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈના આવા કુશાગ્ર નેતૃત્વને પરિણામે દેશના વિવિધ રાજ્યો પણ કેન્દ્ર સરકાર સુસંગત પોલિસી ઘડતા થયા છે.વડાપ્રધાનએ અમૃતકાળમાં વિકસિત ભારત@2047 માટે આપેલો અભિનવ વિચાર, આના પરિણામે સાકાર થશે એમ પણ મુખ્યમંત્રી એ કહ્યું હતું.મુખ્યમંત્રીએ જાપાન ગુજરાતના વિકાસમાં ભાગીદાર રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર, ડી.એમ.આઈ.સી. જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેના ઉદાહરણ છે.એટલું જ નહીં, જાપાન 2009થી વાઈબ્રન્ટ સમિટનું સહભાગી રાષ્ટ્ર રહ્યું છે.

હોલિસ્ટિક ડેવલપમેન્ટની ઈકોસિસ્ટમ તૈયાર

મુખ્યમંત્રીએ ગુજરાતની આ વિકાસયાત્રાની ખ્યાતિને જાપાન-ટોકિયોમાં પ્રસરાવી રહેલા ગુજરાતીઓ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે તેમ પણ આ તકે જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી-ભારતીય સમુદાયને વતનભૂમિની આ વિકાસયાત્રાની પ્રત્યક્ષ અનુભૂતિ માટે આગામી વાઈબ્રન્ટ સમિટ-2024માં જોડાવા માટે વતનભૂમિ આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ 2047નું વિઝન આપ્યું છે. આ વિઝનને સાકાર કરવા વાઈબ્રન્ટ સમિટ-2024 ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે હોલિસ્ટિક ડેવલપમેન્ટની ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં સફળ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

જાપાનમાં ઘેરઘેર વાઈબ્રન્ટ ગુજરાતનું નામ ગૂંજતું થયું છે
આ મિલન સમારોહના પ્રારંભમાં ભારતના જાપાન સ્થિત એમ્બેસેડર સી.બી. જ્યોર્જે ગુજરાત અને જાપાન તથા ભારત વચ્ચેના ઉષ્માપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા કનેક્ટિંગ હિમાલયાઝ વિખ માઉન્ટ ફુજી વિશે પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે અને જાપાનમાં ઘેરઘેર વાઈબ્રન્ટ ગુજરાતનું નામ ગૂંજતું થયું છે, તેમ પણ જણાવ્યું હતું.જાપાન ટોકિયોમાં વસેલા ગુજરાતી-ભારતીય સમુદાયના અગ્રણીઓ, આમંત્રિત પરિવારો તથા પદાધિકારીઓ આ સ્નેહમિલનમાં જાડાયા હતા.ગુજરાતના મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો તથા ડેલિગેશનના સભ્યો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

 

આ  પણ  વાંચો -મુંબઇ એટેકથી લઇ લગ્નની ખરીદી સુધીની વાત કરી PM MODI એ…!

 

 

Tags :
Business and CulturalChief Secretary RajkumarCM bhupendra bhai patelDelegation membersDeveloped IndiaGujarat Global SummitGujarati societypm modireachedTokyoTokyo-Japan visitvggs2024Vibrant Summit 2024
Next Article