Idar APMC Market: ઈડર માર્કેટયાર્ડમાં ભરતીના નામે ભ્રષ્ટાચાર કરાતો હોવાની ચર્ચા
Idar APMC Market: ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જવાબદાર હોદ્દેદારો માર્કેટમાં પોતાના મામા-કાકાઓના આર્થિક લાભ માટે ખોટી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ છુપી રીતે એક અખબારમાં જાહેરાત આપી દીધા બાદ પોતાના લાગતા વળગતાઓને નોકરીએ બેસાડી દેવાની વિગતો જાહેર થઈ ગયા બાદ માર્કેટયાર્ડ બચાવો સમિતિ દ્વારા આંદોલન કરવાના ચક્રો ગતિમાન થઈ ચુકયા છે. ત્યારે કેટલાક બેરોજગારોએ આ મુદ્દે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થતાં ઇડર શહેર અને તાલુકામાં હડકંપ મચી ગઈ છે.
સગાસંબંધીઓને નોકરી પર બેસાડી દેવાના પ્રયાસો
ફકત 21 અરજીઓ માન્ય રખાઈ છે
સમગ્ર ભરતી કૌભાંડની ચર્ચા મામલે ચેરમેન શું કહે છે ?
મળતી માહિતી મુજબ, ઇડરમાં આવેલા એપીએમસી માર્કેટ ખાતે ઇડર તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે રોજબરોજ ઈડરમાં માર્કેટયાર્ડમાં આવે છે. જયાં વેપારીઓ દ્વારા અનાજની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ હરાજીમાં ભાવ બોલીને ખરીદી કરે છે. ત્યારે માર્કેટયાર્ડના જવાબદાર પદાધિકારીઓ દ્વારા કર્મચારીઓની ભરતી કરવાને નામે પોતાના સગાસંબંધીઓને નોકરી પર બેસાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં ઈડર માર્કેટયાર્ડમાં કર્મચારીઓની ભરતી કરવા માટે એક પેપરમાં ગત તા. 16 માર્ચ 2024 ના રોજ જાહેરાત અપાઈ હતી.
આ પણ વાંચો: Surat : ચૂંટણી પહેલા AAP માં વધુ એક ઝટકો, પિયુષ દેસાઈ કર્યો કેસરીયા
ફકત 21 અરજીઓ માન્ય રખાઈ છે
જોકે આ અંગે ઈડર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બેરોજગારોને જાણ થઈ જતાં કૌભાંડનો પર્દાફાશ થઈ ચુકયો છે. ત્યારે તે અંગેની વિગતો કેટલાક બેરોજગારોએ સોશ્યલ મીડીયાના માધ્યમ થકી વાયરલ કરતાં ભરતીનો મુદ્દો ચર્ચાની એરણે ચઢી ગયો છે. જોકે જાહેરાત પ્રસિધ્ધ થયા બાદ કેટલા બેરોજગારોએ નોકરી માટે અરજી કરી છે તેની વિગતો ગુપ્ત રખાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમ છતાં આવેલી અરજીઓમાંથી ફકત 21 અરજીઓ માન્ય રખાઈ છે.
ઉલ્લેખની છે કે માર્કેટયાર્ડમાં જે ઉમેદવારની પ્રથમ હંગામી ધોરણે ભરતી કરાય છે તેમને થોડાક સમય બાદ કાયમી કરી દેવામાં આવે છે. તેથી જો સત્વરે ભરતી પ્રક્રિયા અટકાવવામાં નહીં, આવે તો તાલુકાના યુવાનો આંદોલન કરશે તેઓ મેસેજ તમામ સમાજના બેરોજગાર યુવાનોના નામેથી વાયરલ કરવામાં આવ્યો છે. ઈડર એપીએમસી માર્કેટમાં ભરતીના આ આક્ષેપો વચ્ચે શું આ ભરતી પ્રક્રિયા થશે કે નહિ તે જોવું રહ્યું.
સમગ્ર ભરતી કૌભાંડની ચર્ચા મામલે ચેરમેન શું કહે છે ?
ઈડર માર્કેટયાર્ડના ચેરમેન અશોક પટેલે પણ સોશિયલ મીડિયામાં પોતાનો બચાવ કરવા એક ખુલાસો કર્યો હતો કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઈડરના કર્મચારીઓની ભરતી બાબતે જે પોસ્ટ વાઇરલ કરવામાં આવી છે એના અનુસંધાને હાલમાં બજાર સમિતિમાં કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી. ભરતી પ્રક્રિયાના નામે તેઓની વિરુદ્ધમાં ષડયંત્ર થઈ રહ્યું છે.
માર્કેટયાર્ડમાં કેટલા કર્મચારીઓની ભરતી કરવાની હતી
દૈનિક પેપરમાં અપાયેલી જાહેરાત મુજબ ઈડરમાં માર્કેટયાર્ડમાં 08 કલાર્ક, 04 હરાજી કલાર્કની ભરતી કરવાનું જણાવીને અરજદારના ફોટા તથા કેટલાક દસ્તાવેજી પુરાવા અને ઉંમરની લાયકાત ધારાધોરણ મુજબની હોવી જોઈએ તથા સંસ્થાના નિયમ મુજબ પગાર આપવાનું પણ જાહેરાતમાં નિર્દિષ્ટ કરાયું હતુ. એટલું જ નહીં પણ ઉમેદવારની અરજીઓ ઈડરને બદલે મહેસાણાની એક સહકારી સંસ્થાના સરનામે મંગાવાઈ છે.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો: Chhotaudepur Ballot Election: જિલ્લામાં પોસ્ટલ બેલેટ મતદાનના બીજો દિવસે અધિકારીઓ સહભાગી થયા