Holi Special Train : હોળી નિમિત્તે પશ્ચિમ રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન
Holi Special Train : હોળીના તહેવાર નજીક આવી રહયા છે ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા કેટલાક રૂટ પર વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેના ભાગરૂપે બાંદ્રા ટર્મિનર્સથી ઉદેપુર જતી ખાસ હોળી સ્પેશિયલ ટ્રેન (Holi Special Train ) તા.20 થી 27 માર્ચ સુધી દોડશે આ ટ્રેન અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ડુંગરપુર થઈને ઉદેપુર પહોંચશે.
ઉદયપુરથી બાંદ્રા માટે NWR દ્વારા માર્ચ મહિનામાં બે ટ્રીપ સ્પેશિયલ રેલ (Holi Special Train ) દોડાવવામાં આવશે તેની જાણકારી NWR દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. જે ઉદેપુરથી બાંદ્રા 14 સ્ટેશન પર ઉભી રહેશે અને હિંમતનગર સ્ટેશન પર બાંદ્રા જતા સમયે રાત્રે 2.52 અને ઉદેપુર જતા સમયે વહેલી સવારે 4.35 કલાકે આવશે.
આ અંગે રેલ્વેના પીઆરઓના જણાવાયા મુજબ બાંદ્રા-ઉદેપુર સ્પેશિયલ ટ્રેન ઉદેપુરથી બે વખત અને બાંદ્રાથી પણ બે વખત પ્રસ્થાન કરશે. રેલ્વે સૂત્રોના જણાવાયા મુજબ હોળી સ્પેશિયલ ટ્રેન બાંદ્રાથી તા21 માર્ચ અને 28 માર્ચે સાંજે 6.05 કલાકે ઉપડશે જે બીજા દિવસે સવારે 8.40 કલાકે ઉદેપુર પહોંચશે.
તેજ પ્રમાણે ઉદેપુરથી આ સ્પેશિયલ ટ્રેન તા.20 અને27 માર્ચના રોજ ઉપડશે જે મુજબ ઉદેપુરથી રાત્રે 11 વાગે ઉપડીને બીજા દિવસે 2.30 કલાકે બાંદ્રા પહોંચશે. આ ખાસ સ્પેશિયલ ટ્રેન વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ થઈને હિંમતનગર, શામળાજી, ડુંગરપુર, સેમારી, જયસંમદ અને જાવર સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી થ્રી-ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસના કોચ રહેશે.જેના માટે તા.15 માર્ચથી ટીકીટનું બુકીંગ કરાવી શકાશે.
અહેવાલ -યશ ઉપાધ્યાય -સાબરકાંઠા
આ પણ વાંચો - Bandh announced : વળતર ચુકવવા મામલે આજે વડાલમાં બંધનું એલાન
આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, અહીંથી કરશે પ્રચારના ‘શ્રી ગણેશ’
આ પણ વાંચો - Ahmedabad : ફતેહવાડીમાં મોડી રાતે ભીષણ આગ, 3 રિક્ષા, 50 બાઈક બળીને ખાખ, એક વૃદ્ધ મહિલાનું મોત