Hit And Run Case: સિંધુભવન રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતનો આરોપી ઝડપાયો
Hit And Run Case: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી એકવાર તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ Accident નું પુનરાવર્તન થયું છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલ સિંઘુભવન રોડ (SindhuBhawan Road Accident) પર પૂરઝપાટે આવતા કાર ચાલક દ્વારા Bike ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો.
- હિટ એન્ડ રનનો વધુ એક કેસ અમદાવાદમાં
- પૂરઝપાટે આવતી થારે અડફેટે લીધો બાઈક ચાલકને
- આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
આ SindhuBhawan Accident માં થાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ SindhuBhawan Accident માં 18 વર્ષના યુવકનું ગોઝરા અકસ્માતમાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાની જાણ M Divison Police ને કરવામાં આવી હતી.
માતા-પિતાનો એક યુત્ર હતો
જોકે આ SindhuBhawan Accident માં Rajkot થી આવેલા યુવકનું મોત નિપજ્યું હતું. રાજકોટનો યુવક જયદિપ પરિવારની આર્થિક સ્થિતમાં સુધારો લાવી શકે તે માટે અમદાવાદ (Ahmedabad) આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને પરિવારનું નિવેદન સામે આવ્યું છે કે, દોઠ કે બે વર્ષ પહેલા અમદાવાદ (Ahmedabad) રહેવા માટે આવ્યો હતો. જયદિપ તેના માતા-પિતાનો એક જ દિકરો હતો. યુવકની વય આશરે 17 થી 18 વર્ષની હતી.
SINDHUBHAWAN ROAD ACCIDENT
આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
ત્યારે આ મામલે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંઘી કાર્યવાહી હાથ ધરી હતી. SindhuBhawan Accident ની તપાસ કરીને પોલીસ દ્વારા આરોપી પ્રેમ માળી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના કહ્યા પ્રમાણે તે તેના મિત્રને મળવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. તે ઉપરાંક તે ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો, તેનું કારણ એ હતું કે તેને સ્થાનિક લોકો દ્વારા જો તેની સાથે મારપીટ થઈ શકતી હતી.
આ પણ વાંચો: SindhuBhawan Road Accident : બેફામ આવતા કારચાલકે 18 વર્ષીય બાઈકચાલકને અડફેટે લેતા મોત