સુરતમાં હિન્દુ સંગઠનનો મોટો દાવો, વિધર્મીઓ હિન્દુ બની કરે છે વસવાટ
સુરતમાં હિન્દુ સંગઠનનો મોટો દાવો સામે આવ્યો છે. જેમાં વિધર્મીઓ હિન્દુ બની રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે બાંગ્લાદેશી મુસ્લીમો હિન્દુ નામે રહેતા હોવાનો આક્ષેપ છે. હિન્દુ નામ પર ભાડાના મકાન લીધાનો આક્ષેપ છે .જેમાં હિન્દુ નામના બોગસ દસ્તાવેજો પણ ઉભા કર્યા છે.
ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી
હિન્દુ સંગઠનના દાવા પર ડિંડોલી પોલીસ તપાસ શરૂ કરી છે. ત્યારે ડિંડોલીની સોસાયટીમાં હોબાળો થયો છે. આરડી નગરમાં આ પ્રકારના લોકો રહી રહ્યાં છે. તેવો જાગૃત હિન્દુ સંગઠનનો દાવો છે. જ્યારે રાજકોટમાંથી આતંકી ઝડપાયા બાદ પોલીસ એક્ટીવ થઇ છે. જેમાં બંગાળી કારીગરોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. તેમાં સમગ્ર રાજ્યમાંથી બંગાળી કારીગરોની યાદી તૈયાર કરાશે.
વિવિધ રાજ્યોના કારીગરોની ડેટા પણ તૈયાર કરાશે
અન્ય રાજ્યોના કારીગરોની ડેટા પણ તૈયાર કરાશે. જેમાં રાજકોટ સોની બજારમાં આંતકીઓ ઝડપાયા બાદ પોલીસ ગુજરાતમાં કામ કરતા બંગાળી કારીગરોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પોલીસને વિવિધ એસોસિયેશનના સંપર્ક કરીને ઓળખપત્ર એકત્ર કરવા સૂચના આપી છે. રાજકોટના સોની બજારમાંથી આતંકીઓ ઝડપાયા ત્યારે રાજકોટ પોલીસ પાસે કારીગરોનો કોઈ ડેટા ન હતો.
આ પણ વાંચો -આયુર્વેદીક દવાના નામે નશાનો વેપલો, 15 હજાર નશાકારક સીરપ સાથે એક આરોપી ઝડપાયો