ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની સૌથી વધુ આવક, ખેડૂતોને લસણના પોષણક્ષમ મળ્યા ભાવ
અહેવાલ--- વિશ્વાસ ભોજાણિ
ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની અઢળક આવક
ડુંગળીના તળીયે બેસી ગયેલ ભાવ અને ખેડૂતોના વિરોધની વચ્ચે ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની અઢળક આવક થવા પામી છે. ગઈકાલના ગોંડલ માર્કેટ યાર્ડ સતાધીશોએ લસણની આવક શરૂ કરતા માર્કેટ યાર્ડની બંને બાજુ નેશનલ હાઈવે પર લસણ ભરેલા વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી.
લસણના રેકોર્ડબ્રેક ભાવ બોલાયા
આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની રેકોર્ડબ્રેક 70 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી. જેમને કારણે માર્કેટ યાર્ડ લસણની ઉભરાઈ જવા પામ્યું હતું. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનો પ્રારંભ કરવામાં આવતા હરાજીમાં લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2500/-થી લઈને 3400/- સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની નવી સિઝનનો પ્રારંભ થવા પામ્યો છે. ત્યારે આ વર્ષે છેલ્લા ઘણા સમયથી લસણમાં નુકશાની કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી .
આ પણ વાંચો: વર્ષ 2024થી KAUSHAL UNIVERSITY ડ્રોન એપ્લીકેશનમાં 9 નવા કોર્સ શરૂ કરશે