High Court : સફાઈકર્મીઓના મોત બાદ વળતર નહીં ચુકવાતા HC નારાજ, કહ્યું - અમે આવા અભિગમને..!
આણંદ (Anand) અને ભાવનગરમાં (Bhavnagar) સફાઈ કર્મચારીઓના મોત બાદ વળતર મામલે હાઈકોર્ટમાં (High Court) સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્ય સરકારની વળતર ચુકવણીની રીત પર HC એ નારાજગી વ્યક્ત કરી હતી. માહિતી મુજબ, 16 મૃતકમાંથી 5 મૃતકોના પરિવારને ચૂકવાયેલા વળતરની પદ્ધતિથી કોર્ટ નારાજ છે. આ મામલે હાઈકોર્ટે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાવનગર પ્રિન્સિપલ સેક્રેટરીને 3 સપ્તાહમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
આણંદ અને ભાવનગરમાં સફાઈ કર્મચારીઓના ગુંગણામણથી મોત નીપજ્યા હતા. આ સફાઈ કર્મચારીઓના પરિવારજનોને નગરપાલિકા દ્વારા વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. જો કે, અત્યાર સુધી યોગ્ય વળતર ન ચૂકવાતા પીડિતોએ હાઈકોર્ટમાં (High Court) અરજી કરી હતી. અરજીમાં આણંદના એક અરજદારે રજૂઆત કરી કે, સફાઈકર્મીનું મૃત્યુ ગુંગણામણથી ન થયું હોવાનું કહીંને નગરપાલિકાએ વળતર ચૂકવવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે ભાવનગરના અરજદારે પણ વળતરને લઈ અરજી કરી હતી. આ મામલે સુનાવણી થતા હાઈકોર્ટે રાજ્ય સરકારની વળતર ચૂકવણીની રીત પર નારાજગી વ્યક્ત કરી છે. 16 મૃતકમાંથી 5 મૃતકોના પરિવારને ચૂકવાયેલા વળતરની પદ્ધતિથી હાઈકોર્ટે નારાજગી દાખવી હતી.
અમે આવા અભિગમને સ્વીકારતા નથી : HC
હાઈકોર્ટે (High Court) ટિપ્પણી કરતા કહ્યું કે, અમે આવા અભિગમને સ્વીકારતા નથી, મૃતકો લોકલ સિવિક બોડી દ્વારા નિયુક્ત કરાયા હતા. સંસ્થાઓ પાસે મૃતકોની સરનામા સહિતની માહિતી હોય છે, તો શાં માટે અધિકારીઓ ત્યાં જઈને ખરાઈ કરતા નથી અને નોટિસ શા માટે જાહેર કરવી પડે છે. કોર્ટે આ નોટિસ થકી મૃતક પરિવારજનો પાસેથી દાવાઓ મંગાવ્યા હોવાનું નોંધ્યું હતું. આ મામલે કોર્ટે આણંદ (Anand) નપાના ચીફ ઓફિસરને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. સાથે જ ભાવનગર (Bhavnagar) પ્રિન્સિપલ સેક્રેટરીને પણ 3 સપ્તાહ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. માહિતી મુજબ, ભાવનગર મનપાના એક સફાઈકર્મીના મૃત્યુ પર પરિવારને 30 લાખનું વળતર ચૂકવાયાની વિગત કોર્ટ સમક્ષ મૂકાઈ હતી.
ભાવનગરના (Bhavnagar) સફાઈકર્મીના મૃત્યુની ઘટના અંગે મનપા કમિશનરે એફિડેવિટ રજૂ કરી, પરંતુ અર્બન ડેવલોપમેન્ટ & અર્બન હાઉસિંગ ડેવલોપમેન્ટે જવાબ રજૂ ન કરતા નોટિસ ઈશ્યૂ કરાઈ હતી. ભાવનગરની ઘટના પર મનપા કમિશનરે રજૂ કરેલા રિપોર્ટ પર સ્વતંત્ર તપાસ કરી અને જવાબદાર અધિકારીનું નામ અને પગલા વિશે એફિડેવિટ કરવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો - Gujarat Govt : આવતીકાલે ગૃહવિભાગના નવા અધિક મુખ્યસચિવની થશે નિમણૂક! આ નામ છે રેસમાં