ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Heatwave Guidelines: રૂપિયાના લોભીયોએ માનવતા નેવે મૂકી!

Heatwave Guidelines: હાલના સમયગાળામાં જ્વાળામુખીના ખોળામાં ગુજરાત રાજ્ય ભભૂકી રહ્યું છે. ત્યારે ગગનમાંથી આવતા જ્વલનશીલ કિરણોને કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાળઝાળ ગરમીને લઈ અમુક સૂચનો બહાર પાડ્યા હતા. તે ઉપરાંત આ તમામ નિયમોનું કડકરીતે પાલન કરાવવાની જવાબદારી મ્યુનિસિપાલ કોર્પોરેશનને...
04:23 PM May 21, 2024 IST | Aviraj Bagda
Heatwave Guidelines

Heatwave Guidelines: હાલના સમયગાળામાં જ્વાળામુખીના ખોળામાં ગુજરાત રાજ્ય ભભૂકી રહ્યું છે. ત્યારે ગગનમાંથી આવતા જ્વલનશીલ કિરણોને કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કાળઝાળ ગરમીને લઈ અમુક સૂચનો બહાર પાડ્યા હતા. તે ઉપરાંત આ તમામ નિયમોનું કડકરીતે પાલન કરાવવાની જવાબદારી મ્યુનિસિપાલ કોર્પોરેશનને સોંપવામાં આવી હતી.

તેના અંતર્ગત અમદાવદમાં આવેલા ઘનિક ઉદ્યાગપતિઓ કાયદાને ઘોળીને પી ગયા હોય, તેવું સામે આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો પૈકી એક નિયમ એવો હતો કે, બપોરના સમયગાળા દરમિયાન એટલે કે 12 કલાકથી 4 કલાક સુધી કોઈપણ શ્રમિકો સાથે કામ ન કરાવવાની સૂચના પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો: PORBANDAR : ભારે વિરોધ વચ્ચે હવે પોરબંદરમાં સ્માર્ટ મીટર લગાડવાની તૈયારીઓ શરૂ

બિલ્ડરો અને કોંન્ટ્રાક્ટરો કાયદાને ઘોળીને પી ગયા

ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં બાંધકામ કામના સ્થળો પર ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમની નજરે એસીવાળી ઓફીસમાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો કાયદાનું ઉલ્લંખન કરતા નજરે ચડ્યા હતા. આ કાળઝાળ ગરમીમાં શ્રમિકો કામ કરતા બાંઘકામના સ્થળો પર જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: RAJKOT : સગાઈ તૂટવાનું દુખ મનમાં રાખી યુવકે ભૂતપૂર્વ મંગેતરની માતને સળગાવવાનો કર્યો પ્રયાસ

AMC એ માત્ર રિપોર્ટ રજૂ કરવા પૂરતું ચેકિંગ કર્યું

ગુજરાત ફર્સ્ટની ટીમે ભરબપોરે ચામડીને બાળી નાખતી વિકરાળ ગરમીમાં સિંધુ ભવન રોડ પર આવેલા ગાલા ઈન્ફ્રા સાઈટ અને જુહાપુરા ફતેહવાડી પાસે કનસ્ટ્રકશન સાઈડ પર શ્રમીકો કામ મજૂરી કરતા જોવા મળ્યા હતા. જોકે AMC એ માત્ર રિપોર્ટ રજૂ કરવા માટે ગણવાપાત્ર બાંધકામના સ્થળોની મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: Bhavnagar : બોર તળાવમાં ડૂબી જતાં 4 કિશોરીના મોત

Tags :
AhmedabadAMCBuildersGujaratheatwaveHeatwave Guidelines
Next Article