Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HEAT WAVE : હવામાંન વિભાગે આપ્યા રાહતના સમાચાર,આ દિવસથી થશે તાપમાનમાં ઘટાડો

HEAT WAVE :રાજ્યમાં પડી રહેલ કાળઝાળ (HEAT WAVE)ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મશળે. ગુજરાતમાં કયા અપાયું ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા,...
heat wave   હવામાંન વિભાગે આપ્યા રાહતના સમાચાર આ દિવસથી થશે તાપમાનમાં ઘટાડો
Advertisement

HEAT WAVE :રાજ્યમાં પડી રહેલ કાળઝાળ (HEAT WAVE)ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મશળે.

ગુજરાતમાં કયા અપાયું ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા,અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર,ભાવનગર, બોટાદ, આણંદ,વડોદરા અને કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે,આવતીકાલથી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રહેશે તો ગરમીની સાથે સાથે ગરમ પવનનો પણ સામનો કરવાનો રહેશે.બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.

Advertisement

બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે

જ્યારે ત્રીજા દિવસે 25 થી 30 કીમી ની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે તાપમાન 45 ડિગ્રી રહેવાની શક્યતા છે.

Advertisement

કામ વિના બહાર નિકળવાનું ટાળો

ગઈકાલે રાત્રે પણ લઘુતમ તાપમાન 27-28 ડિગ્રી સેલ્યિયસની આસપાસ રહ્યું હતું. તેમ છતાં હજુ પણ આજે અને આવતીકાલના દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, આથી બપોરના સમયે ગરમીમાં બહાર ન ફરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ રહેશે, કારણ કે છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ શહેરની ગરમીએ 2 લોકોનો ભોગ લીધો છે.

રાત્રે લઘુતમ તાપમાન 30થી 33 ડિગ્રી રહેશે

ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થઈને સાંજે 7 વાગ્યે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુભવાશે. રાત્રે 9 વાગ્યા સુધી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ થયા બાદ રાત્રે 11 વાગ્યે એમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. આજે રાત્રે પણ ગરમીનો અહેસાસ થોડા અંશે ઘટતો હોય એમ શહેરીજનો અનુભવશે. રાત્રિ દરમિયાન પણ લઘુતમ તાપમાન 30થી 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આ પણ  વાંચો - Ahmedabad : કાળઝાળ ગરમીએ 2 માસૂમ બાળકોનો ભોગ લીધો..

આ પણ  વાંચો - VADODARA : તુકારો કરી ગમે તેમ બોલતા ધોલધપાટ

આ પણ  વાંચો - Duplicate Seeds: નકલી બિયારણ પર ગુજરાતના મીડિયા ઇતિહાસમાં સૌથી મોટો ખુલાસો

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

×

Live Tv

Trending News

.

×