ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat High Court : રખડતા ઢોર, ટ્રાફિક, પાર્કિંગ મુદ્દે HC માં સુનાવણી, હાઈકોર્ટે પોલીસનો આકરા શબ્દોમાં ઉધડો લીધો

હાઈકોર્ટે પોલીસનો આકરા શબ્દોમાં ઉધડો લીધો કાયદાવિહીન શાસન નહીં ચાલેઃ ગુજરાત હાઈકોર્ટ પોલીસ, અધિકારી કામ ન કરી શકે તે એલાર્મિંગઃ HC અમારા નિર્દેશોનું પાલન નથી થઈ રહ્યુંઃ HC તમે સુરક્ષા ન કરી શકતા હોવ તો જણાવી દોઃ HC ઓર્ડર...
01:19 PM Oct 27, 2023 IST | Hiren Dave
featuredImage featuredImage

 

 

હાઈકોર્ટે રસ્તા, પાર્કિંગ, ટ્રાફિક, પાર્કિંગ સમસ્યા મુદ્દે કોર્ટે પ્રશાસનને ફટકાર લગાવી છે. કોર્ટે સપ્તાહનો સમય આપ્યો છે અને કહ્યું કે જો અઠવાડિયામાં સ્થિતી નહીં બદલાય તો ચાર્જફ્રેમ થશે.

 

અમારા નિર્દેશોનું પાલન નથી થઈ રહ્યુંઃ HC

કોર્ટે કહ્યું કે, પોલીસ પોતાનું કામ ગંભીરતાથી કરવું જોઈએ. અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. કાયદાનું પાલન કડક રીતે થવું જોઈ. કામગીરી માત્ર કાગળ પર ચાલી રહી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, બદલાવ નહીં દેખાય તો નહીં ચાલે, સાત નવેમ્બર સુધીમાં કડક કાર્યવાહીના કોર્ટે નિર્દેશ આપ્યો છે. સમસ્યાઓ અંગે હાઈકોર્ટે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

 

 

કોર્ટે પોલીસને કડક કાર્યવાહી આદેશ 
કોર્ટે પોલીસને પણ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. પોલીસ કે સરકારી અધિકારીઓ કામ ન કરી શકે તે એલાર્મિંગ કહેવાય. મનપાની ટીમને સુરક્ષા આપવા કોર્ટે પોલીસને આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, મનપાના અધિકારીઓ પર હુમલા ન ચલાવી લેવાય. કોર્ટે એવી પણ ટકોર કરી કે કોર્ટના નિર્દેશનું પાલન નથી થતું. જોકે આ મામલે સરકારે કહ્યું કે, નિયમોનું પાલન કરવું એ જનતાની જવાબદારી છે.

 

બીજી બાજુ હાઈકોર્ટે એએમસીના કમિશઅરને સવાલ પૂછ્યા હતા. કોર્ટે કહ્યું કે, તમે શું કરો છો. કોર્ટે પ્રિન્સિપાલ સેક્રેટરીને કહ્યુ, આ કશું નહીં ચલાવી લેવાય. કોર્ટે પોલીસનો ઉધડો લેતા કહ્યું કે, કડક હાથે કામ કરો. કાયદાવિહીન શાસન નહીં ચાલે. પોલીસ અને સૈનિક એકસમાન છે. હાઈકોર્ટે પોલીસને પૂછ્યુ, તમે શું કરી રહ્યા છો?

આ  પણ  વાંચો -રાજકોટ મહાનગર પાલિકા વોકળા પર થયેલા નાના બાંધકામો તોડીને જ સંતોષ માને છે

Tags :
AMCGujarat High CourtparkingParking ProblemRoadTraffic