Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harni tragedy: પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કરીને શું કહ્યું હતું.... ?

Harni tragedy: હરણી હત્યાકાંડના આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહના ૯ દિવસના રિમાન્ડ પુરા થતા. ત્યારે ફરીથી કોર્ટમાં રજૂ કરાયા હતા અને વધુ ૬ દિવસના રિમાન્ડની માગ કરી હતી. તો કોર્ટે બન્ને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હિસાબ...
harni tragedy  પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કરીને શું કહ્યું હતું

Harni tragedy: હરણી હત્યાકાંડના આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહના ૯ દિવસના રિમાન્ડ પુરા થતા. ત્યારે ફરીથી કોર્ટમાં રજૂ કરાયા હતા અને વધુ ૬ દિવસના રિમાન્ડની માગ કરી હતી. તો કોર્ટે બન્ને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

  • હિસાબ WhatsApp પર મોકલવામાં આવતો
  • હજુ પણ 3 મુખ્ય આરોપી પકડાયા નથી
  • બનાવ ગંભીર હોવાથી આરોપી ભાગ્યા

હિસાબ WhatsApp પર મોકલવામાં આવતો

હરણી હત્યાકાંડમાં પોલીસે પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ કરી હતી. ત્યારે તેમને પૂછપરછ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, તેઓ રોજ બરોજનો હિસાબ સ્ટાફ મોબાઈલ દ્વારા WhatsApp પર મોકલવામાં આવતો હતો. પરંતુ બન્ને આરોપીઓએ તે મોબાઈલ ક્યાં સંતાડીને રાખ્યા છે, તેની માલૂમાત હજુ સુધી થઈ નથી.

Advertisement

હજુ પણ 3 મુખ્ય આરોપી પકડાયા નથી

લેકઝોનની બાજુમાં જ આવેલા પરેશ શાહના પેટ્રોલ પંપ પરથી કબજે કરવામાં આવેલા દસ્તાવેજો અંગે પરેશ અને ગોપાલનું કહેવું છે કે આ દસ્તાવેજોનો વહિવટ વત્સલ શાહ, બિનિત કોટિયા અને અલ્પેશ ભટ્ટ કરતા હતા. વત્સલ હજુ પકડાયો નથી.

બનાવ ગંભીર હોવાથી આરોપી ભાગ્યા

દુર્ઘટના બાદ પરેશ શાહે ભાગીદાર બિનિત કોટિયાને ફોન કરીને કહ્યું કે બનાવ ખુબ જ ગંભીર બની ગયો છે. હું જઉ છું તમે ફણ ફોન બંધ કરીને જતા રહો. જે બાદ બિનિત કોટિયા અને ગોપાલ શાહ પોતાના ફોન બંધ કરીને નાસી ગયા હતા. દુર્ઘટના બાદ પોતાની નતિક જવાબદારી સમજી ઘટના સ્થળે હાજર રહેવાના બદલે નાસી જાય છે અને નાસી ગયા બાદ કોઇ દસ્તાવેજી પુરાવાનો નાસ કર્યો છે કે નહી તેની તપાસ કરવાની પણ બાકી હોવાથી પોલીસે વધુ રિમાન્ડની માંગ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Surat drug racket: રાજ્યમાંથી ફરી એકવાર NCB એ દરોડા પાડી Drugs નો કર્યો ઘટસ્ફો

Tags :
Advertisement

.