Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Weather : મતદાનના દિવસે રાજ્યમાં હીટવેવની સંભાવના, હવામાન નિષ્ણાતની આગાહી

Gujarat Weather : ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. 2024ના એપ્રિલ મહિનાની ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનામાં જ લોકોને જૂન મહિનો ચાલી રહ્યો...
gujarat weather   મતદાનના દિવસે રાજ્યમાં હીટવેવની સંભાવના  હવામાન નિષ્ણાતની આગાહી

Gujarat Weather : ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. 2024ના એપ્રિલ મહિનાની ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનામાં જ લોકોને જૂન મહિનો ચાલી રહ્યો હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો.

Advertisement

પરેશ ગોસ્વામીએ શું કહ્યું

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે,હજુ પણ ભીષણ ગરમી જોવા મળશે.2024 વર્ષ દરમિયાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ ગરમ જોવા મળ્યો છે.એપ્રિલ મહિનો સંપૂર્ણ ગરમ જોવા મળ્યો.29 એપ્રિલના દિવસે એકદોકલ વિસ્તારમાં તાપામાન 45 ડિગ્રી કરતા વધુ જોવા મળ્યું હતું. 2,3 અને 4 મેના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનુ રહેવાની શક્યતા છે.રાજકોટ,અમરેલી,અમદાવાદ,નડિયાદ,કપડવંજ,ઈડર,ખેડબ્રહ્મા હિમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે તેવી ગરમી (Gujarat Weather)પડવાની શક્યતા છે. મતદાનના દિવસે પણ ગુજરાતમાં ભીષણ ગરમીના શક્યતા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે.

Advertisement

આગામી 5 દિવસ ગંભીર હીટવેવની સંભાવના

ત્રીજા તબક્કાના મતદાન અગાઉ હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી પાંચ દિવસ આનાથી પણ વધારે ગરમી પડવાની છે. ચેતવણી મુજબ ભીષણ ગરમીની અસર એ સ્થળો પર સૌથી વધારે જોવા મળશે જ્યાં આગામી બે તબક્કામાં મતદાન છે. આઇએમડીની આગાહી મુજબ આગામી બે તબક્કામાં જે 191 બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી 186 બેઠકો પર ભીષણ ગરમી પડવાની છે. આ સ્થળોએ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ ગંભીર હીટવેવની સંભાવના છે. આ ઉપરાંત રાયલસીમા, કર્ણાટક, આંધ્ર અને તેલંગણાના પણ કેટલાક ભાગોમાં ભીષણ ગરમી પડી શકે છે.

Advertisement

આ પણ  વાંચો - GSSSB Clerk Recruitment : ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર

આ પણ  વાંચો - Kshatriya Community Protest: પીએમ મોદીની સભાથી દૂર રહેવા ક્ષત્રિયોને સલાહ

આ પણ  વાંચો - Kshatriya Asmita Sammelan : ક્ષત્રિયોએ ગેનીબેનનું મામેરું કર્યું, કહ્યું- મારા શિરે જાગીરદાર સમાજે…

Tags :
Advertisement

.