Gujarat Student Death: ધો. 10 માં 99.70% ટકા મેળવનાર વિદ્યાર્થિનીનું આ ઘાતક બીમારીથી થયું મોત
Gujarat Student Death: ગુજરાત બોર્ડ દ્વારા 10 મા ધોરણનું પરિણામ 11 મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓએ ટોપ કર્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓ તેના આગળના ભવિષ્ય માટે ખુબ જ ઉત્સુક હતા. ત્યારે તેમાના અમુક વિદ્યાર્થીઓ આગળના વર્ગમાં પ્રવેશ પણ મેળીને આગળા શિક્ષણની તૈયારીઓ પણ શરું કરી દીધી છે.
ગુજરાતની ટોપરનું કરૂણ મોત નિપજ્યુ
ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું
બધાને લાગતું હતું કે હીર Doctor બનીને પરિવારનું ગૌરવ વધારશે
એક અહેવાલ અનુસાર, ગુજરાત બોર્ડનો એક એવો ટોપર છે જે ટોપ કર્યા બાદ માત્ર 4 દિવસ આ દિવસની ઉજવણી કરી શક્યો હતો. મોરબીમાં રહેતી દીકરી હીર ઘેટિયા 10 માં ધોરણેમાં રાજ્ય સ્તરે ટોપ કર્યું હતું. તેણીને 10 માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 99.70 ટકા આવ્યા હતા. તે ઉપરાંત તેણીને ગણિતમાં 100 માંથી 100 ગુણ આવ્યા હતા.
તેનું ઓપરેશન Rajkotની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું
પરંતુ હીર ઘેટિયાનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે બોર્ડનું પરિણામ આવ્યું હતું, ત્યારે પણ તે હોસ્પિટલમાં દાખલ હતી. તેણીને એક મહિના પહેલા બ્રેઈન હેમરેજ થયું હતું. તેનું ઓપરેશન Rajkot ની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અને તેને ઘરે લઈ જવામાં આવી હતી. પરંતુ, ફરીથી શ્વાસ લેવામાં અને હૃદયની તકલીફ થતાં હીરને Rajkot ની ટ્રસ્ટ સંચાલિત બીટી સવાણી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં મગજના એમઆરઆઈ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે હીરના મગજનો 80 થી 90 ટકા ભાગ કામ કરતું બંધ થઈ ગયો છે.
આ પણ વાંચો: Bharuch : લાખોની લાંચ લેતો ભ્રષ્ટ અધિકારી રંગેહાથ ઝડપાયો, ACB આ રીતે પાર પાડ્યું ઓપરેશન
હીરની બંને આંખોનું દાન કર્યું એટલું જ નહીં
Doctorોની 8 થી 10 દિવસની મહેનત પછી પણ હીરની સ્થિતિમાં સુધારો થયો ન હતો અને 15 મેના રોજ હીરના હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને હીરને બચાવી શકાઈ ન હતી. ત્યારબાદ તેના પરિવારે હીરના શરીર અને Organs Donated કરવાનો નિર્ણય કર્યો. પરિવારે હીરની બંને આંખોનું દાન કર્યું એટલું જ નહીં, મેડિકલ કોલેજમાં મેડિસિન પ્રેક્ટિસ કરતા ભાવિ ડોકટરોને તેમના અભ્યાસમાં મદદ કરવા માટે હીરનું શરીર પણ દાનમાં આપવામાં આવ્યું.
આ પણ વાંચો: KSHATRIYA ANDOLAN : ક્ષત્રિય આંદોલનનો આવ્યો અંત ? જાણો સંકલન સમિતિના પ્રવક્તાએ શું કહ્યું ?
બધાને લાગતું હતું કે હીર Doctor બનીને પરિવારનું ગૌરવ વધારશે
હીરના પરિવારજનોનું કહેવું છે કે દીકરી Doctor નહીં બની શકે, પરંતુ જે વિદ્યાર્થીઓ મૃત્યુ પછી પણ Doctor બનવા જઈ રહ્યા છે તેમને દીકરી મદદરૂપ થશે. હીરના પરિવારમાં શોકનો માહોલ છે. તે આટલા સારા માર્ક્સ સાથે પાસ થઈ હતી અને બધાને લાગતું હતું કે હીર Doctor બનીને પરિવારનું ગૌરવ વધારશે. પરંતુ હીર તેનું પરિણામ પણ જોઈ શકી નહીં. હીરના પરિવાર દ્વારા તેમના Organs Donated કરીને સમાજ પ્રત્યે જે વલણ દાખવવામાં આવ્યું છે તે એક ઉદાહરણ છે અને તેનાથી વધુ લોકોને તેમના Organs Donated કરવાની પ્રેરણા મળશે અને ભવિષ્યમાં ઘણા લોકોના જીવન બચાવવામાં મદદ મળશે.
આ પણ વાંચો: Valsad Mango Farming: કુદરતી આફતોથી બચાવા ખેડૂતે અપનાવ્યો અનોખો નુસખો