Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat School Holiday : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

Gujarat School Holiday : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. જેને લઈને ગુજરાતમાં પણ ઉજવણીનો) માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત (Gujarat)સરકારે તમામ કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા (Gujarat School...
08:29 PM Jan 20, 2024 IST | Hiren Dave
Gujarat School Holiday

Gujarat School Holiday : આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. જેને લઈને ગુજરાતમાં પણ ઉજવણીનો) માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત (Gujarat)સરકારે તમામ કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા (Gujarat School Holiday) જાહેર કરી હતી. હવે ગુજરાત શિક્ષણ વિભાગે પણ આ દિવસે ગુજરાતની (Gujarat) તમામ સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે.

 

 

રાજ્યની સરકારી શાળાઓમાં અડધો દિવસ રજા

22 જાન્યુઆરીએ અડધો દિવસ રજા અંગે સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા Gujarat સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેથી તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉપરોક્ત જાહેરનામાનો ચુસ્ત અમલ કરવાની સૂચના અપાય છે.

Gujarat School Holiday

 

સરકારી કર્મચારીઓ માટે અડધા દિવસની રજા

આ અવસરે રાજ્યમાં સરકારી કર્મચારીઓને અડધો દિવસની રજા રહેશે. આ અંગે એક જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે, 'સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22-01-2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા.22-01-2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રહેશે.

 

આ  પણ  વાંચો  - Ramotsav : રામમય બન્યું ગુજરાત! ઠેર ઠેર રામભક્તિના અનેક રંગ, ક્યાંક શોભાયાત્રા તો ક્યાંક મહાયજ્ઞ-મહાપ્રસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AyodhyaAyodhyaRamTempleGujarat School Holidaypm modiPranPratishtaram mandir
Next Article