ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GUJARAT RAIN: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

GUJARAT RAIN: હવામાન વિભાગે આજે નર્મદા, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદ રહેશે.સાયક્લોનિક...
08:50 AM Jul 12, 2024 IST | Hiren Dave
Heavy rain warning in 10 states today

GUJARAT RAIN: હવામાન વિભાગે આજે નર્મદા, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદ રહેશે.સાયક્લોનિક સર્ક્યુલેશનના થતા વરસાદ રહેશે.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટોછવાયા વરસાદી ઝાપટાં તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજ માટે હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ રાજ્યમાં હજુ 3 દિવસ ગરમી અને બફારો રહેશે.

જાણો આવતીકાલે કયા અપાઈ વરસાદની આગાહી

શનિવારે 13મી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.

જાણો 14 જુલાઈએ કયા અપાઈ વરસાદની આગાહી

રવિવારે 14મી તારીખે નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.

જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.14 અને 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે ત્યારે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવું અંબાલાલે જણાવ્યું છે.. 16થી 24 જુલાઈ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડવાની સંભાવના તેમણે દર્શાવી છે.

આ પણ  વાંચો  - Rajkot: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના,વૃદ્ધ મહિલાનું મોત

આ પણ  વાંચો  - Gujarat First Impact: ભરૂચમાં ફુડ એન્ડ ડ્રગ્સના દરોડા, પાણીપુરીનો સામાન જોઈ અધિકારીઓ ચોંક્યા

આ પણ  વાંચો  - Surat ગ્રામ્ય એસઓજી પોલીસે 8.49 લાખના ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા

Tags :
FloodPreparednessGujaratFirstGujaratRainAlertGujaratWeatherHeavyRainForecastMonsoon2024MonsoonUpdateRainSafetyWeatherAlertWeatherWarning
Next Article