Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Police : લોકરક્ષકની ભરતીને લઈ આવ્યા મોટા સમાચાર

Gujarat Police: રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. IPS હસમુખ પટેલે (IPS Hasmukh )મોટી જાહેરાત કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. PSI...
09:59 AM Apr 03, 2024 IST | Hiren Dave
Lokrakshak Bharti

Gujarat Police: રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. IPS હસમુખ પટેલે (IPS Hasmukh )મોટી જાહેરાત કરી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ચોમાસા બાદ યોજાઈ શકે છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. પીએસઆઇ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે.

 

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ: 12472ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.

ઓનલાઈન અરજી કરવાની રહેશે

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી કરાશે

બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

 

ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.

આ  પણ  વાંચો  - VADODARA : ખીસ્સામાં યુરોપિયન પાઉન્ડ અને બેગો ભરેલો સામાન લઇ બ્રિટિશ નાગરિક રોડ પર આવી ગયો !

આ  પણ  વાંચો  - VADODARA : ઉનાળામાં ચોમાસાની ચિંતા કરતું તંત્ર, 31 ગામોમાં વિશેષ તૈયારી કરવા સુચન

આ  પણ  વાંચો  - Aravalli : ખેડૂતો માટે ખુશીના સમાચાર,સિંચાઈ માટે છોડાયુ 140 ક્યુસેક પાણી

 

Tags :
GujaratGujarat PoliceHasmukh PatelLOKRAKSHAKLokrakshak Bharti 2024PSI
Next Article