Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ

અહેવાલ  - કલ્પીન ત્રિવેદી ,અમદાવાદ   છેલ્લા ઘણાં સમયથી રખડતા ઢોર, રોડ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે. જેના પર હવે આખરે ગુજરાત હાઇકોર્ટે AMC અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. અને જણાવ્યું છેકે, આ...
ahmedabad   રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ

અહેવાલ  - કલ્પીન ત્રિવેદી ,અમદાવાદ

Advertisement

છેલ્લા ઘણાં સમયથી રખડતા ઢોર, રોડ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે. જેના પર હવે આખરે ગુજરાત હાઇકોર્ટે AMC અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. અને જણાવ્યું છેકે, આ ત્રણેય મુદાઓથી પીડાતી જનતા મુદ્દે AMC અને સરકાર સ્ટેન્ડ ક્લિયર કરવો જોઇએ.

Advertisement

આ સાથે જ છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને રોડ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું કે, સતત હાઇકોર્ટમાં વારંવાર અરજીઓ આવે તે AMC ફેલ છે તે સ્વીકાર કરો.

Advertisement

જેના અંગે સરકારે જણાવ્યું કે, આ ત્રણેય મુદાઓથી જનતા પીડાતી છે અને જો તમને ખ્યાલ છે તો એ તમારી નબળી કામગીરી દર્શાવે છે. જ્યારે પણ ફરિયાદ આવે છે ત્યારે AMCના અધિકારીઓને કહો ફિલ્ડમાં જઇને જોવું જોઇએ અને કાગળ પર કામ ના આપો. જેટલા પણ કામ કાગળ પર આપ્યા છે તેનાથી હકીકત એકદમ અલગ જ છે.

રખડતા ઢોર,ખરાબ રસ્તા મુદ્દે અલ્ટીમેટમ આપ્યું

આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં કહ્યું કે, રખડતા ઢોર અને ખરાબ રસ્તા માટે હાઈકોર્ટે અનેકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર માટે નિર્દેશો બહાર પાડ્યા હતા. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કાગળ પર જ કામ કરાયું છે, ગ્રાઉન્ટ પર કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી.

જ્યારે બીજી તરફ પોતાના બચાવમાં રાજ્ય સરકારે નવી કેટલીક પોલિસી અંગે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી પણ જમીની હકીકત અલગ જ છે. 4 વર્ષ બાદ પણ જમીની હકીકત બદલાઈ નથી. જાહેર સ્થળો પર રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, કોર્ટને ઓથોરિટીનને ખખડાવવામાં નહીં, પરંતુ જાહેર હિતમાં રસ છે

આ પણ  વાંચો -SURAT : ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું 

Tags :
Advertisement

.