Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court : હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રારે સોલા પોલીસ મથકે નોધાવી ફરીયાદ

Gujarat High Court : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પોલીસ મથકે 2017માં અપહરણ અને પોકશો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જેને લઇને ખાંભા પોલીસે તપાસ હાથ ધરતા આરોપી સગીર વયની યુવતીને બળજબરી પુર્વક લઈ ગયો હોય તેવું ખૂલ્યું હતું.   ગુજરાત...
gujarat high court   હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રારે સોલા પોલીસ મથકે નોધાવી ફરીયાદ

Gujarat High Court : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પોલીસ મથકે 2017માં અપહરણ અને પોકશો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જેને લઇને ખાંભા પોલીસે તપાસ હાથ ધરતા આરોપી સગીર વયની યુવતીને બળજબરી પુર્વક લઈ ગયો હોય તેવું ખૂલ્યું હતું.

Advertisement

ગુજરાત હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ

વર્ષ 2017માં સગીરાના પિતા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ રદ કરાવવા અંગે આરોપી દ્વારા હાઈકોર્ટમાં અરજી આપી હતી.આરોપીએ હાઈકોર્ટમાં રજૂ કરેલો જન્મનો દાખલો ખોટો હોવાનું સાબિત થયું હતું જેથી ગુજરાત હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. આરોપીએ વર્ષ 2017માં સગીરાને લઈને ભાગ્યો ત્યારે ઉંમર 18 વર્ષ કરતા વધારે હોવાનો જન્મનો દાખલો અન્ય ગામમાંથી બનાવ્યો હતો. જ્યારે ફરિયાદી દ્વારા તમામ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ત્યારેએ પુરાવા આધારે વર્ષ 2017માં સગીરાની ઉંમર 17 વર્ષ હતી. જેને લઇને આરોપી અમિત વાઘેલા સામે ખાંભા તાલુકાના પોલીસ મથક બાદ વધુ એક ગુનો સોલા હાઇકોર્ટ પોલીસ મથકે નોંધાયો છે.

Advertisement

સોલા હાઈકોર્ટ પોલિસ મથકના પીઆઈ એન.બી. બારોટે વધુમાં જણાવ્યું હતું કે આ આરોપીએ રાયડી ગ્રામ પંચાયતનો ખોટો બનાવટી જન્મનો દાખલો રજૂ કર્યો હતો. આરોપી અમિત વાઘેલા સામે 2017મા ખાંભામા પોક્સોની કલમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ રદ કરવા માટે આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે દરમિયાન તેણે બનાવટી જન્મનો દાખલો રજૂ કર્યો હતો. સોલા પોલીસ આગામી દિવસોમાં આરોપી અને તેની મદદગારી કરનાર તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસ તેજ કરી છે.

Advertisement

અહેવાલ  - પ્રદિપ કચિયા,  અમદાવાદ 

આ  પણ  વાંચો - Botad : પોલીસે BJP નેતાની ધરપકડ તો કરી પછી ડર લાગતા નેતાને ઉતારીને ફરાર!

આ  પણ  વાંચો - VADODARA : ગભરામણ બાદ પોલીસ જવાનનું મોત

આ  પણ  વાંચો - VADODARA : 22, જૂને મેગા નેશનલ લોક અદાલતનું આયોજન

Tags :
Advertisement

.