Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

reality check : વાંચો, હાઈવે પર ચાલે છે આવી લાલિયાવાડી..!

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે (Ahmedabad-Vadodara Expressway) પર આજે એક હચમચાવે એવો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First treality check) કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારી વિગતો...
08:42 PM Apr 17, 2024 IST | Vipul Sen

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે (Ahmedabad-Vadodara Expressway) પર આજે એક હચમચાવે એવો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First treality check) કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે રિયાલિટી ચેક દરમિયાન Gujarat First ના કેમેરાને જોઈને શટલ ગાડીઓના ડ્રાઇવરોએ ડોટ મૂકી હતી. ટ્રાફિક પોલીસ અને પ્રાઈવેટ વાહનોની મિલિભગત પણ છતી થઈ હતી.

ટ્રાફિક પોલીસ અને પ્રાઈવેટ વાહનોની મિલિભગત

અમદાવાદ-વડોદરા એક્સપ્રસ-વે પર આજે વડોદરાથી (Vadodara) અમદાવાદ (Ahmedabad) તરફ જતી એક કાર પૂરઝડપે આગળ જતી એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 10 લોકોના મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટના બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રસ-વે પર પ્રાઈવેટ ગાડીઓનો રાફડો ફાટ્યો છે. સાથે જ ટ્રાફિક પોલીસ (traffic police) અને પ્રાઈવેટ વાહનોની (private vehicles) મિલિભગત પણ છતી થઈ છે. અમિતનગર સર્કલ પ્રાઈવેટ વાહનોનું એપી સેન્ટર બન્યું હોય અને ત્યાં ટ્રાફિકનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદમાં ઇસ્કોન ST બસ સ્ટેશન ખાતે શટલ ગાડીઓનો રાફડો

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રસ-વે પર પ્રાઇવેટ ગાડીઓનો ટેક્સી તરીકે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. કેપેસિટી કરતા વધુ પેસેન્જર સાથે શટલીયાઓ માર્ગો પર દોડી રહ્યા છે. જ્યારે, Gujarat First ના કેમેરાને જોઈ શટલ ગાડીઓએ ડોટ મુકી હતી. એક મુસાફરે જણાવ્યું કે, હપ્તારાજને કારણે આવા શટલો રાજ્યભરમાં માજા મૂકી રહ્યા છે. અમદાવાદનાં ઇસ્કોન ST બસ સ્ટેશન (ISKCON ST bus station) ખાતે પણ શટલ ગાડીઓનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad-Vadodara Expressway) પરના અકસ્માત બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે. માહિતી મુજબ, સુરત (Surat) શહેરમાં શહેર પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર વાહનોની તપાસ કરાઈ રહી છે. કોઈક વાહનમાં ઓવરલોડ કે અજુગતું જણાય તો સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરાય છે.

આ પણ વાંચો - Ahmedabad Highway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો, 10 લોકોના મોત

આ પણ વાંચો - VADODARA : ડુંગળીની ગુણો બાંધેલી દોરી છોડવા જતા ક્લીનર પટકાયો

આ પણ વાંચો - Gandhinagar : રોંગ સાઇડ આવતી કાર રિક્ષા સાથે અથડાઈ, મહિલાનું માથું ધડથી અલગ થઈ 10 ફૂટ દૂર ફેંકાયું!

Tags :
AhmedabadAhmedabad-Vadodara ExpresswayAhmedabad-Vadodara Expressway AccidentAmitnagar circleGujarat Firs treality checkGujarati NewsISKCON ST bus stationprivate vehiclesraffic rulesTraffic Police
Next Article