Gujarat Crime Report: ગૃહ મંત્રીએ કહ્યું ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો
Gujarat Crime Report: તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (National Crime Records Bureau) દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Home Minister) દ્વારા આંકડાઓને વિસ્તૃત રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
- ક્રાઈમ રેટના વિવિવધ પાસાઓ પર ગૃહ મંત્રીનું નિવેદન
- મીસીંગ ચાઈલ્ડ કામગીરી પર પ્રકાશ પાડ્યો
- વર્ષોથી નહીં પકડાયેલા આરોપી પર આપ્યું નિવેદન
ત્યારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો (National Crime Records Bureau) દ્વારા વર્ષ-૨૦૨૨ માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, 36 રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં 31 માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં 33 માં ક્રમે , બાળકો સામેના ગુનાઓમાં 27 માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં 30 માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં 28 માં ક્રમે, આર્થિક ગુનાઓમાં ૩૩ માં ક્રમે ગુજરાત છે. એટલે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો છે.
Crime Rate ના વિવિવધ પાસાઓ પર ગૃહ મંત્રીનું નિવેદન
વઘુમાં ગૃહ મંત્રીએ કહ્યુ કે, મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન 33 માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે. જેમાં અલાયદો Monitoring cell, Director of Prosecution માં વિશેષ જગ્યા, Special PP, Special Court, અભયમ મહિલા હેલ્પ લાઇન 181, SHE TEAM, Women Help Desk (WHD), ITTSO Portal, Senior Citizen Cell તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન/બાળ કોર્નરનો સમાવેશ થાય છે.
Gujarat First : ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિધાનસભા ગૃહમાં મોટી જાહેરાત | Gujarat First@sanghaviharsh #gujarat #psi #pi #gujaratfirst pic.twitter.com/bo9rP6SU5V
— Gujarat First (@GujaratFirst) February 21, 2024
મીસીંગ ચાઈલ્ડ કામગીરી પર પ્રકાશ પાડ્યો
મીસીંગ ચાઇલ્ડ (Missing Child) કામગીરી અંગે ગૃહ મંત્રીએ કહ્યું કે, સમગ્ર ભારતમાં બાળકો વિરૂધ્ધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક 27 મો છે. વર્ષ-2023 માં કૂલ-751 બાળકો શોધવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ-2007 થી તા.31 મી ડિસેમ્બર-2023 સુધીમાં 59,058 ગુમ/અપહરણ પૈકી કુલ 56,858 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેથી બાળકો શોધવાની ટકાવારી 95.83 ટકા છે.
વર્ષોથી નહીં પકડાયેલા આરોપી પર આપ્યું નિવેદન
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નાસતા ફરતા આરોપીઓ અંગે ગુજરાત પોલીસે (Gujarat Police) કરેલી બેનમૂન કામગીરી અંગે કહ્યું કે, વર્ષ-2023 માં આશરે 2789 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાંથી 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 78 આરોપીઓ, 15 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 87 આરોપીઓ, 10 વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા 159 આરોપીઓ અને 5 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 286 આરોપીઓનો સમાવેશ થાય છે.