Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણીની પહેલા ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી

ગુજરાત કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને જવાબદારી સોંપવામાં આવી છે. આગમી 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ...
લોકસભા ચૂંટણીની પહેલા ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી

ગુજરાત કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને જવાબદારી સોંપવામાં આવી છે. આગમી 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.

Advertisement

આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મુકુલ વાસનિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યસભાનાં સાંસદ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવ નિયુક્ત કરાઈ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

મુકુલ વાસનિક અગાઉ કેન્દ્રીય મંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જેમાં તેમણે સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી હતા. રાજ્યસભામાં રાજસ્થાનથી સાંસદ તરીકે મુકુલ વાસનિક પહોંચ્યા છે. હાલમાં મુકુલ વાસનિક રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

Advertisement

નવા પ્રભારીના નિમણુંક અંગે શક્તિસિંહે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસને ખુબ માર્ગદર્શન મળશે, તેમની પાસે સારો અનુભવ છે. તેમજ રાજ્યસભામાં તેમની સાથે કામ કરવાનો અનુભવ છે. જેમની સાથે રહીને નવી વ્યૂહ રચના બનવવામાં આવશે.

આ  પણ  વાંચો-સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રોફ જમાવતા 7ની ધરપકડ

Tags :
Advertisement

.