Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GSSSB Recruitment: GSSSB એ ભરતી સાથે આપ્યો યુવાનોને ઝટકો

GSSSB Recruitment: તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. કારણ કે... ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB Recruitment) દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના અંતર્ગત...
gsssb recruitment  gsssb એ ભરતી સાથે આપ્યો યુવાનોને ઝટકો

GSSSB Recruitment: તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે. કારણ કે... ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB Recruitment) દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના અંતર્ગત જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે.

Advertisement

Advertisement

ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા ફીમાં થયો વધારો

તે ઉપરાંત આ ભરતીને સંલગ્ન 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 12 કલાક સુધી ભરી ફોર્મ ભરી શકાશે. જો કે આ વખતે ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. જો કે આ પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારને પરીક્ષા ફી પરત આપવામાં આવશે.

Advertisement

ભરતી પ્રક્રિયા અને વેતન માહિતી

જો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે. સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાતા સરકારી નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારોમાં નવી આશાનું કિરણ જાગ્યું છે. ભરતીમાં પાસ થવા માટે ઉમેદવારોએ હવે તનતોડ પ્રયાસ કરશે અને પોતાની કાબેલિયત દર્શાવીને પરીક્ષામાં પાસ થઇ શકે છે. સરકારની આ જાહેરાતથી લોકોમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: જો તમે પણ RAILWAY માં ઓફલાઈન રિઝર્વેશન કરો છો તો વાંચો આ અહેવાલ

Tags :
Advertisement

.