Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : ગોંડલના હેરિટેઝ રેલવે સ્ટેશનનું PM મોદી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ  Gondal :  ગોંડલનાં હેરિટેઝ (Heritage) ગણાતા રેલ્વે સ્ટેશન (Railway Station ) નું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રુ.6 કરોડ નાં ખર્ચે રીનોવેશન કરાયેલ ગોંડલ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનાં હસ્તે (PM Modi) વર્ચ્યુઅલ (Virtual) ઉદ્ઘાટન કરાયુ...
08:12 PM Feb 26, 2024 IST | Hiren Dave
Heritage

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Gondal :  ગોંડલનાં હેરિટેઝ (Heritage) ગણાતા રેલ્વે સ્ટેશન (Railway Station ) નું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રુ.6 કરોડ નાં ખર્ચે રીનોવેશન કરાયેલ ગોંડલ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનાં હસ્તે (PM Modi) વર્ચ્યુઅલ (Virtual) ઉદ્ઘાટન કરાયુ હતુ.

 

ઉદ્ઘાટન સમારોહ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
આજરોજ ગોંડલ (Gondal )રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ગોંડલ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રેલવે વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થનાર શાળાના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ સર્ટિફિકેટ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.

દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે
ગોંડલ (Gondal )રેલ્વે સ્ટેશન માં રોજીંદા 18 થી 20 પેસેન્જર ટ્રેન તથા 8 થી 10 ગુડ્સ ટ્રેન પસાર થાય છે. રોજીંદા હજારો મુસાફરોની આવન જાવન હોય છે. ત્યારે ગોંડલ સ્ટેશન નાં ત્રણ પ્લેટફોર્મ ને ઉંચા લેવાયા છે. અને બે પ્લેટફોર્મ ને લંબાવાયા છે. ઉપરાંત ટોઇલેટ, એસી. વેઇટિંગ રુમ, ઇન્ડીકેટર, એનાઉન્સમેન્ટ, સબવે સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

 

ઉદ્ઘાટન સમારોહમાં રાજકીય આગેવાનો હાજર રહ્યા
ગોંડલ રેલવે સ્ટેશન ખાતે રૂ. 6 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ ઉદ્ઘાટન સમારોહ માં ગોંડલનાં રાજવી હિમાંશુસિહજી, સાંસદ નાં પ્રતિનિધિ ડો.નૈમિષભાઈ ધડુક, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા, શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા, રીનાબેન ભોજાણી સહિત આગેવાનો તેમજ રેલ્વે ભાવનગર ડીવીઝન નાં સિનિયર ડીઇઇ રમેશચંદ્ર મીના સહિત અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ  વાંચો  - Gondal Market Yard : ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલઘુમ મરચાની આવક શરૂ

 

Next Article