Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : સરદાર પટેલ સોશિયલ ગ્રૂપે સમૂહલગ્ન યોજ્યો, 31 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી-ગોંડલ  Gondal : સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ (Sardar Patel Social Group) દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું છે ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ગઈ કાલે પટેલ સમાજની 31 દીકરીઓનો (31 Daughters)સમૂહ લગ્નનું આયોજન કરવામાં...
gondal   સરદાર પટેલ સોશિયલ ગ્રૂપે સમૂહલગ્ન યોજ્યો  31 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી-ગોંડલ 

Advertisement

Gondal : સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ (Sardar Patel Social Group) દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું છે ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ગઈ કાલે પટેલ સમાજની 31 દીકરીઓનો (31 Daughters)સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને દાતાઓ દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારીઓ ઉઠાવવામાં આવી હતી એક સાથે 31 વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો આ સમુહ લગ્નમાં ભવ્ય (Grand Wedding )મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Image preview

Advertisement

રવિવાર પટેલ સમાજની 31 દીકરીઓના સમુહ લગ્ન યોજાયા હતા
ગોંડલ (Gondal )જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટ (Maid party plot ) ખાતે સતત બીજા વર્ષે પટેલ સમાજની 31 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. કેટલાક સામાજિક અગ્રણીઓ પોતાના પરિવારજનોના લગ્નમાં લખલૂટ ખર્ચ કરવાને બદલે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મદદરૂપ થવાનું આયોજન કરે છે. એવો જ એક સમૂક લગ્નનો કાર્યક્રમ ગોંડલ માં યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Image preview

Advertisement

સંતો - મહંતો, સામાજિક અગ્રણીઓ, રાજકારણીઓ ઉપસ્થિત રહ્યા હતા
25 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્ન કાર્યક્રમ ના આયોજન માં બપોરે 3.00 કલાકે જાન આગમન થઈ હતી. બપોરે 3.30 કલાકે ભવ્ય વરઘોડો પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે થી નીકળ્યો હતો. જે સાંજે 5.00 કલાકે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે આવી પોહચ્યો હતો. 31 મંડપ માં દાતાઓ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું અને એક સાથે 31 દીકરીઓના હસ્ત મેળાપ યોજાયો અને રાત્રે 9.00 કલાકે એક સાથે 31 દીકરીઓની કન્યા વિદાય કરવામાં આવી હતી. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારની દીકરીઓ આ સમહુ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્ન સમારોહમાં સંતો - મહંતો, સામાજિક અગ્રણીઓ, રાજકારણીઓ, આગેવાનો, સાંસદો, ધારાસભ્યો અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, યુ.એલ.ડી.કન્યા છાત્રાલય ના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક, ખોડલધામ ના ટ્રસ્ટી મેહુલભાઈ ખાખરીયા, રસિકભાઈ મારકણાં, ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, લેઉવા પટેલ સમાજ ગોંડલના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દીકરીને આપવામાં આવતા કરિયાવરમાં કોઈ કચાશ નહીં
સમૂહ લગ્નમાં દીકરીઓને આપવામાં આવતા કરિયાવરમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં નહીં આવે. નવ દંપત્તિ માટે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર્યાવરણમાં આવરી લેવામાં આવી છે. કરિયાવર માં 100 થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.

અનેક સામાજિક સંસ્થાઓ લેઉવા પટેલ સમાજના સંગઠનો સેવા માં ખડેપગે
આ સમુહલગ્નને સફળ બનાવવામાં આ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ બટુકલાલ ઠુમર, ગિરધરભાઈ વેકરિયા, લાલજીભાઈ તળાવીયા, જીગરભાઈ સાટોડીયા, દિપકભાઈ ઘોણીયા, કમલેશભાઈ ખૂંટ, કિશોરભાઈ ભાલાળા, શૈલેષભાઇ વેકરિયા, ડી. ડી. ઠુમર, ગોપાલભાઈ સખીયા, દિવ્યેશભાઈ લીલા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના સંગઠનો જેવા કે ખોડલધામ મુખ્ય સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ તેમજ સમાજના વિવિધ ગ્રૂપો આ સમુહલગ્નમાં સેવા આપવા માં આવી હતી.

આ  પણ  વાંચો  - FILM : જીગર, જલસો અને જમાવટ એટલે ‘સમંદર.’

Tags :
Advertisement

.