Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Ramyatra: ગોંડલની રામયાત્રામાં 1008 બાળકો રામ પરિવેશ પહેરી જોડાયા

Gondal Ramyatra: આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે ગોંડલ શહેરમાં કૈલાશબાગ સોસાયટીમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી રામ મંદિર ગોંડલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રામ નામે ઠેર ઠેર ઠંડા...
gondal ramyatra  ગોંડલની રામયાત્રામાં 1008 બાળકો રામ પરિવેશ પહેરી જોડાયા

Gondal Ramyatra: આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે ગોંડલ શહેરમાં કૈલાશબાગ સોસાયટીમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી રામ મંદિર ગોંડલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રામ નામે ઠેર ઠેર ઠંડા પાણી અને સરબતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

Advertisement

ગોડલની મહિલાઓએ રામ મંદિરની 40 ફુટની રંગોળી બનાવી

Gondal Ramyatra

Gondal Ramyatra

ગોડલ શહેરનાં ભોજરાજપરા મારવાડી મીલમાં રહેતા કાજલબેન સાવનભાઈ તાળા, મીતલબેન રેનિષભાઈ વાળા, અને મનીષાબેન દિનેશભાઈ કોટડીયા સહિતની મહિલાઓએ 150 કિલો રંગોળીનાં રંગનો ઉપયોગ કરી 40 ફૂટની રામ મંદિરની રંગોળી બનાવી અનોખી હતી.

Advertisement

સમગ્ર રૂટ પર જય શ્રી રામની ઝંડીઓ મારવામાં આવી

ગોંડલ રાજમાર્ગો પર નીકળેલ ભવ્ય શોભાયાત્રા રૂટ પર રંગોળી, ધજા, પતાકાથી શણગાર કરવામાં આવ્યો હતો. જય શ્રી રામના નારા સાથે સમગ્ર શહેરમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો, મહિલાઓ સહિત નગરજનો જોડાયા હતા.

Gondal Ramyatra

Gondal Ramyatra

Advertisement

અક્ષરમંદિર ખાતે 1008 બાળકો રામ પરિવેશ જોડાયા

સમગ્ર દેશમાં રામલલાને વધારવા માટે અનેકવિધ આયોજનો થયા હતા. ત્યારે ગોંડલના અક્ષરમંદિરમાં શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન શ્રીરામ પૂજન સાથે અનેકવિધ ભક્તિ સભર આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં 1008 બાળકોને રામ પરિવેશમાં ગોંડલના રાજમાર્ગ ઉપર યાત્રામાં જોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gondal Development News: ગોંડલમાં 165 વર્ષ પુરાતન ભુરાબાવાના ચોરાનું નવીનીકરણ કરાયું

Tags :
Advertisement

.