Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal Ram Story: 80 વર્ષીય વૃદ્ધને લાગ્યો રામ નામનો રંગ, આટલા કરોડવાર લખ્યું "રામ"

Gondal Ram Story: રામ નામ કે હિરે મોતી મેં બીખરાઉ ગલી ગલી ભજનને જીવનમાં સાચી રીતે સાર્થક કરીને એક વૃદ્ધે બતાવ્યું છે. વૃદ્ધે જીવનને ભક્તિમય અને આધાત્મ બનાવીને ગોંડલમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ દાદા લવજીભાઈ હરજીભાઈ પિત્રોડાએ શ્રી રામ ભગવાનની...
gondal ram story  80 વર્ષીય વૃદ્ધને લાગ્યો રામ નામનો રંગ  આટલા કરોડવાર લખ્યું  રામ
Advertisement

Gondal Ram Story: રામ નામ કે હિરે મોતી મેં બીખરાઉ ગલી ગલી ભજનને જીવનમાં સાચી રીતે સાર્થક કરીને એક વૃદ્ધે બતાવ્યું છે. વૃદ્ધે જીવનને ભક્તિમય અને આધાત્મ બનાવીને ગોંડલમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ દાદા લવજીભાઈ હરજીભાઈ પિત્રોડાએ શ્રી રામ ભગવાનની ભક્તિમાં અનોખ કાર્ય કરી બતાવ્યું છે.

Advertisement

  • ગોંડલમાં વૃદ્ધે સવા કરોડવાર રામ નામ લખ્યું
  • બાળપણથી રામ નામની ધૂન લાગી
  • અંતિમ શ્વાસ સુધી રામનું નામ લખશે

ગોંડલના વૃદ્ધ લવજીભાઈ પિત્રોડાનું કહેવું છે કે, રામ નામે જો પથ્થરા તરી જતા હોય, તો એ રામએ આપેલું અમૂલ્ય જીવન સાર્થક થવું જોઈએ. ત્યારે તેમણે આશરે આજથી 4 વર્ષ પહેલા રામ નામ લખવાનું શરુ કર્યું હતું. તે ઉપરાંત તેઓએ જે ચોપડીમાં રામ નામ લખતા હતા, તે પુસ્તકને પરિવારના કોઈ પણ સભ્ય જ્યારે ઘર બનાવે ત્યારે સૌપ્રથમ નાખવામાં આવેલા પાયાની બાજુમાં પુસ્તક મૂકતા હતા.

Advertisement

Advertisement

બાળપણથી રામ નામની ધૂન લાગી

તેમણે જ્યારે તેમને 3 વર્ષ પહેલા ઘર બન્યું હતું, ત્યારે તેમણે તેમના ઘરના પાયાની બાજુમાં રામ નામ લખેલી પુસ્તક મૂકી હતી. તેમણે તેમના જીવન કાર્યાકાલ દરમિયાન કુલ સવા કરોડવાર રામનું નામ પુસ્તકો પર લખ્યું છે. લવજીભાઈ નાનપણથી જ ભક્તિભાવમાં રુચિ ધરાવે છે. તેઓ અંબે માંના ઉપાસક છે.

અંતિમ શ્વાસ સુધી રામનું નામ લખશે

લવજીભાઈ સાથે વાતચીત કરતા અમને જણાવેલ કે એ હજુ પણ રામ નામ લખવાનું અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખશે. વધુમાં લવજીભાઈએ જણાવેલ કે રામના સમયમાં રામ નામ લખવાથી કઠોર પથ્થર પણ નરમ થઇને પાણીમાં તરવા લાગ્યો, એમ જીવનમાં રામ નામ લખવાથી જીવનમાં કોઈ પણ કઠોર મુશ્કેલી પણ નરમ થઈ જાય. કળિયુગમાં જેટલા ભગવાનના નામ લેવાઈ એટલા ઓછા આવા ઉચ્ચ વિચાર દાદા ધરાવે છે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Gandhinagar : રોંગ સાઇડ આવતી કાર રિક્ષા સાથે અથડાઈ, મહિલાનું માથું ધડથી અલગ થઈ 10 ફૂટ દૂર ફેંકાયું!

આ પણ વાંચો: Ambaji Chaitra Navratri Day 8: આઠમા નોરતે મંદિરમાં નવચંડી અને શતચંડી યજ્ઞ 25 મહારાજાઓએ કર્યું

આ પણ વાંચો: Ambaji Chaitra Navratri Day 8: આઠમા નોરતે મંદિરમાં નવચંડી અને શતચંડી યજ્ઞ 25 મહારાજાઓએ કર્યું

Tags :
Advertisement

Trending News

.

×