Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL: ફડાકા કાંડ : ચેરમેનનાં પુત્રએ કોન્ટ્રાક્ટરને લાફા ઝીંક્યા

GONDAL : ગોંડલ (GONDAL) નગરપાલિકાની એક કમીટીનાં મહીલા ચેરમેન નાં પુત્ર એ એક કોન્ટ્રાક્ટર ને ફડાકાવાળી કરતા નગરપાલિકા વર્તુળ માં ચકચાર મચી જવા પામી હતી.બનાવ બાદ દોડી આવેલા આગેવાનોએ સમજાવટ કરી ' ઘી નાં ઠામ માં ઘી'પાડી મામલો ઠીકઠાક કર્યો...
gondal  ફડાકા કાંડ   ચેરમેનનાં પુત્રએ કોન્ટ્રાક્ટરને લાફા ઝીંક્યા

GONDAL : ગોંડલ (GONDAL) નગરપાલિકાની એક કમીટીનાં મહીલા ચેરમેન નાં પુત્ર એ એક કોન્ટ્રાક્ટર ને ફડાકાવાળી કરતા નગરપાલિકા વર્તુળ માં ચકચાર મચી જવા પામી હતી.બનાવ બાદ દોડી આવેલા આગેવાનોએ સમજાવટ કરી ' ઘી નાં ઠામ માં ઘી'પાડી મામલો ઠીકઠાક કર્યો હતો.

Advertisement

કામ સમયમર્યાદામાં કર્યુ ન્હતુ

પ્રાપ્ત વિગત મુજબ બગીચા કમીટી નાં મહીલા ચેરમેન નાં પુત્ર એ વિજ કોન્ટ્રાક્ટર ને ઉશ્કેરાઇ જઇ ફડાકા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. કોન્ટ્રાક્ટરે બગીચા માં લાઇટ ફીટ કરવાનું કામ સમયમર્યાદા માં કર્યુ નાં હોય ચેરમેનનાં પુત્રનું મગજ છટક્યો હોય ફડાકા ઝીંકી દીધા હતા.

કામ લેઇટ થયુ હતુ

બીજી બાજુ કોન્ટ્રાક્ટર નું કહેવું હતું કે વરસાદ ને કારણે ભગવતપરા માં દીવાલ સાથે વીજપોલ પડી ગયા હોય તે કામ મા રોકાયેલા હોવાથી બગીચાનું કામ લેઇટ થયુ હતુ. ફડાકા ની ગુંજ ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયા,શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા,પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા સુધી પંહોચતા દોડી આવી સમજાવટ થી મામલો થાળે પાડ્યો હતો.પરંતુ ત્યાં સુધીમાં ફડાકાની ગુંજ શહેરીજનોમાં ચર્ચા નો વિષય બની જવા પામી હતી.

Advertisement

આ પણ વાંચો -- GONDAL : ગેરકાયદેસર વ્યાજ વસુલતા તત્વો સામે પોલીસ એક્શનમાં આવી

Advertisement
Tags :
Advertisement

.