ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal King: ગોંડલના 17 માં મહારાજાનો રાજતિલક સમારોહ યોજાયો

Gondal King: ગોંડલના 17 માં મહારાજા હિમાંશુસિંહજીનો રાજતિલક મહોત્સવ યોજાયો છે. તારીખ 19 થી 23 જાન્યુઆરી સુધીના પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજતિલક સમારોહ નવલખા દરબારગઢ ખાતે યોજાઈ રહ્યો  મહારાજા હિમાંશુસિંહજીનો...
11:36 PM Jan 21, 2024 IST | Aviraj Bagda
On the 17th of Gondal, the Rajtilak ceremony of Maharaj was held

Gondal King: ગોંડલના 17 માં મહારાજા હિમાંશુસિંહજીનો રાજતિલક મહોત્સવ યોજાયો છે. તારીખ 19 થી 23 જાન્યુઆરી સુધીના પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રાજતિલક સમારોહ નવલખા દરબારગઢ ખાતે યોજાઈ રહ્યો 

મહારાજા હિમાંશુસિંહજીનો પાંચ દિવસનો રાજતિલક સમારોહ નવલખા દરબારગઢ ખાતે યોજાઈ રહ્યો છે. નવલખા દરબારગઢને નવા રંગરૂપ સાથે અનોખો સજાવવામાં આવ્યો છે. જલયાત્રા દરમિયાન રાજવી પરંપરા મુજબ રાજવીકાળની બગીઓ, વિન્ટેજ કારો, હાથી, ઘોડા, ઉંટ સહિતનો કાફલો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

Gondal King

ગોંડલના જુદાજુદા રાજમાર્ગો ઉપર નીકળેલ રાજતિલક મહોત્સવની જલયાત્રા શહેરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે ઠેરઠેર જલયાત્રાના પુષ્પવર્ષાથી વધામણા કરવામાં આવ્યા હતા. આ જલયાત્રામાં 2100 દીકરીઓ એક સાથે જળ લઈને નીકળી હતી. ત્યારે આ તમામ દીકરીઓનું રાજમાતા કુમુદકુમારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ જલ યાત્રાને ટ્રેડિશનલ બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

જલયાત્રા આશાપુરા મંદિરેથી મોટી બજારમાં આવેલ દરબાર ગઢ પેલેસ સુધી પગપાળા યોજાઈ હતી. મોટી સંખ્યામાં નગરજનો, રાજકિય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, મહિલા મંડળો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મહારાજાના રાજ તિલક પ્રસંગે રાજમાતાઓ દ્વારા 2100 દીકરીઓ વિવિધ જળાશયો, સમુદ્ર, નદીઓ અને કુવાઓનું જળ લઈને જલ યાત્રા કાઢી હતી. આ જલ યાત્રાને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થશે.

આ પણ વાંચો: Bhavnagar News: ભાવનગરમાં રામ ઉત્સવને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Tags :
daughterGondalGONDAL KINGGOTGujaratGujaratFirstkingkingdomRaillyRAJKOTwomen
Next Article