Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal district sarpanch: ગોંડલના મોવિયામાં ગ્રામ પંચાયતનું રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચ્યું

Gondal district sarpanch: ગોંડલ તાલુકાનાં મોવિયાનું રાજકારણ હંમેશા વાદવિવાદો સાથે કલુષિત થઈ રહ્યું છે.ગ્રામ્ય પંચાયતમાં સતાની રસ્સાખેંચ વચ્ચે શિસ્તબદ્ધ કહેવાતા ભાજપનાં બે જુથની લડાઈ પરાકાષ્ઠા પર પંહોચી છે. તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું ભાજપ નાં બે જુથ વચ્ચે...
gondal district sarpanch  ગોંડલના મોવિયામાં ગ્રામ પંચાયતનું રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચ્યું

Gondal district sarpanch: ગોંડલ તાલુકાનાં મોવિયાનું રાજકારણ હંમેશા વાદવિવાદો સાથે કલુષિત થઈ રહ્યું છે.ગ્રામ્ય પંચાયતમાં સતાની રસ્સાખેંચ વચ્ચે શિસ્તબદ્ધ કહેવાતા ભાજપનાં બે જુથની લડાઈ પરાકાષ્ઠા પર પંહોચી છે.

Advertisement

  • તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું
  • ભાજપ નાં બે જુથ વચ્ચે સતાની સાઠમારી
  • શું મોવિયા પંચાયતનું બજેટ પાસ થશે ?

તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું

થોડા દિવસ પુર્વે કંચનબેન રોહિતભાઈ ખુંટે સરપંચ પદેથી રાજીનામું આપવા માટે ધાકધમકી આપી હતી. ત્યાપ બાદ તાત્કાલિક ધોરણે તેમણે આપેલું રાજીનામું પાછું ખેંચી લીધું હતું. તાલુકા વિકાસ અધિકારી મીલન પટેલ સક્ષમ હાજર થઈ કંચનબેન ખુંટે લેખીતમાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

Gondal district sarpanch

Gondal district sarpanch

Advertisement

ભાજપ નાં બે જુથ વચ્ચે સતાની સાઠમારી

તેમના દ્વારા લેખિતમાં જણાવાયું હતું કે, કિશોરભાઈ આઅદીપરા,બટુકભાઈ ઠુંમર તથા મનિષભાઇ ખુંટ દ્વારા માનસિક ત્રાસ આપી જેલમાં ધકેલી દેવાની ધમકી આપી મારી પાસેથી રાજીનામું લખાવી લઈ મારી જાણ બહાર રજુ કરી દેવાયું છે.જેથી રાજીનામું રદબાતલ ગણવું.
આવી રજુઆત બાદ કંચનબેન ખુંટે રાજીનામું પરત ખેંચ્યુ હતું.

શું મોવિયા પંચાયતનું બજેટ પાસ થશે ?

Advertisement

મોવિયા ગોંડલનાં રાજકારણનું એપી સેન્ટર ગણાય છે.ગ્રામ્ય પંચાયત કબ્જે કરવા ભાજપનાં જ કિશોરભાઈ અદીપરા અને કુરજીભાઈ ભાલાળાનાં જુથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહીછે.તેના કારણે તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ્ય પંચાયતનું રાજકારણ ચકડોળે ચડ્યું છે.ત્યારે જો ગ્રામ્ય પંચાયતને અરજી કરાયેલા બજેટને નામંજૂર કરવામાં આવ્યું, તો તે કોઈ નવાઈની વાત નથી.

અહેવાલ  વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Gujarat Budget 2024: આજે રજૂ થયેલા ગુજરાતના બજેટની 25 મહત્વની વાતો

Tags :
Advertisement

.