Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal :ભગવાન પરશુરામ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં ગોંડલ બ્રહ્મ સમાજ લાલઘુમ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ  ગોંડલ શહેર અને તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ (રજીસ્ટર) દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં રાજકોટની બંસી સોસાયટીમાં રહેતા અને કળયુગમાં પોતાને કલ્કી અવતાર હોવાનું કહી સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી બ્રહ્મ સમાજ સહીતના અન્ય સમાજની લાગણી દુભાઈ તેવો...
gondal  ભગવાન પરશુરામ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં ગોંડલ બ્રહ્મ સમાજ લાલઘુમ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ 

Advertisement

ગોંડલ શહેર અને તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ (રજીસ્ટર) દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં રાજકોટની બંસી સોસાયટીમાં રહેતા અને કળયુગમાં પોતાને કલ્કી અવતાર હોવાનું કહી સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી બ્રહ્મ સમાજ સહીતના અન્ય સમાજની લાગણી દુભાઈ તેવો બફાટ કરી અપમાન ભર્યું કૃત્ય કરતા રમેશચંદ્ર વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ કરવામાં આવી છે

Advertisement

ભગવાન પરશુરામ વિશે અભદ્ર ટિપ્પણી મામલો 

ગોંડલ શહેર અને તાલુકા રજીસ્ટર બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ રાવલ ,કલ્પેશ વ્યાસ, આશિષ વ્યાસ, બ્રિજેશ ઉપાધ્યાય, ઘનશ્યામ ત્રિવેદી, સતિષ ભટ્ટ, આશિષ રાવલ,ચંદ્રેશ પંડ્યા,જીગ્નેશ પંડ્યા, રાજેશ જોષી, સુરેશ ભટ્ટ,હેત ઉપાધ્યય,યશ બામટા, વિજય ભટ્ટ,ઋષિકેશ પંડ્યા, જેમીન ભટ્ટ, અજય રાવલ સહીત ના બ્રહ્મ સમાજ દ્વારા લેખીત ફરિયાદ માં જણાવ્યું છે કે ગત તા.27 નાં રોજ સોશ્યલ મીડિયા મારફત રાજકોટના શારદાનગર બંસી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર ફેફર એ કળયુગમાં ભગવાને યાદવો ને ત્યાં જન્મ લીધેલ યાદવો દૂધ દહીં નો વેપારી કરતા અને ક્ષત્રિયો દુર્યધન ,દ્રોણ,દુશાસન ,અશ્વત્થમા,પરશુરામ વિગેરે રાક્ષસો હતા
Image preview
બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ
આ ઉપરાંત કળયુગમાં  બ્રાહ્મણો ,ક્ષત્રિયો અધર્મીઓ હોવાનું તેમજ મંદિરના પૂજારી ઓ નર્કમાં જવાનું અને મંદિરના પૂજારીઓને પોતે હાર્ટ એટેકથી મારી નાખશે તેવો બફાટ કરી બ્રહ્મ સમાજ સમાજની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરતા  તેના વિરુદ્ધ આઈ.પી.સી.કલમ  295 (એ) ,298 ,ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66 (એ)(બી) મુજબની ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપવામાં આવી છે

આ  પણ  વાંચો -PATAN : સમીનાં શંખેશ્વર માર્ગ પર કાર-આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત, 3 ના મોત

Advertisement

Tags :
Advertisement

.