Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : ઘરકંકાસ થી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    Gondal : ગત રાત્રીનાં પાંજરાપોળ પાસેનાં પુલ પરથી રાજકોટ સાસરે રહેતી યુવતીએ પડતુ મુકતા પુલ નીચેના ગંદા પાણીમાં ખાબકતા ઇજાગ્રસ્ત હાલત માં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી.બનાવ વેળા લોકોનાં ટોળા એકઠા થયા હતા.અને કેટલાક લોકોએ નદીમાં...
gondal   ઘરકંકાસ થી યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

Gondal : ગત રાત્રીનાં પાંજરાપોળ પાસેનાં પુલ પરથી રાજકોટ સાસરે રહેતી યુવતીએ પડતુ મુકતા પુલ નીચેના ગંદા પાણીમાં ખાબકતા ઇજાગ્રસ્ત હાલત માં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી.બનાવ વેળા લોકોનાં ટોળા એકઠા થયા હતા.અને કેટલાક લોકોએ નદીમાં જંપલાવી યુવતીનો બચાવ કર્યો હતો.ઘરકંકાસને કારણે પગલુ ભર્યાનું યુવતીએ જણાવ્યું હતું.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં જામનગર રોડ પર આવેલી વસુંધરા સોસાયટીમાં સહેતી અને ગોંડલ (Gondal )કપુરીયાપરામાં માવતર ધરાવતી સોનલબેન નરેશભાઇ ડાભી ઉ.40 એ રાત્રીનાં પાંજરાપોળ પાસે આવેલા ગોંડલી નદીનાં પુલ પર થી નીચે છલાંગ લગાવી હતી.ઘટના સ્થળે લોકોનાં ટોળા એકઠા થયા હતા.કેટલાક લોકોએ નદીમાં ઉતરી યુવતીને બહાર કાઢી હતી.અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.પુલ ઉપર થી પડતું મુકવાથી યુવતીને કમરનાં ભાગે ઇજા પંહોચી હતી.

Advertisement


સોનલબેનનાં પતિનું ત્રણ વર્ષ પહેલા બીમારી સબબ મૃત્યુ થયુ હતુ.સંતાનમાં એક દીકરી છે.સોનલબેન રાજકોટ કેન્સર હોસ્પિટલમાં નોકરી કરેછે.અને જેઠ તથા દિયર સહિતનાં સંયુક્ત પરિવારમાં રહેછે.રાત્રે પોતાની દીકરીને કપુરીયાપરામાં માવતરનાં ઘર પાસે મુકી પુલ પરથી પડતું મુકયું હતું.પારીવારીક કલેશને કારણે પગલું ભર્યાનું જાણવા મળેલ હતું.

આ  પણ  વાંચો  - Junagadh : ભડકાઉ ભાષણ મામલે મૌલાના સલમાન અઝહરીને આજે ફરી કોર્ટમાં રજૂ કરાશે!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.