Gondal :માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ રૂ.300 ના કડાકાથી ખેડૂતોમાં રોષ
અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. ડુંગળીની નિકાસબંધી થતાં ડુંગળીના ભાવમાં રૂપિયા 300 નું ગાબડું થયું છે. યાર્ડમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી લઇને 400 સુધીના બોલાયા છે. માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ડુંગળીના 90,000 કટ્ટા વચ્ચે આવક બંધ કરાઇ હતી.
ડુંગળીની નિકાસબંધી થતાં યાર્ડમાં ડુંગળીની આવક ન કરવા વેપારીઓએ યાર્ડ સત્તાધીશોને અનુરોધ કર્યો છે. ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ - ખેડૂતોમાં રોષ ફેલાયો છે.પ્રાપ્ત વિગત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ની નિકાશ પર પ્રતિબંધ મુકાતા ખેડુતોને પારાવાર નુકસાની આવતા ગોંડલ માર્કેટ યાર્ડ માં ડુંગળીની હરરાજી સમયે ખેડુતોએ હલ્લાબોલ મચાવી રોષ વ્યક્ત કરતા હરરાજી એક કલાક ઠપ્પ રહેવા પામી હતી.બાદ માં કમીશન એજન્ટ એસોસિએશન દ્વારા દરમ્યાનગીરી કરાતા હરરાજી પુર્વવત બની હતી.
ગોંડલ યાર્ડ માં છેલ્લા ત્રણ દિવસ માં 90 હજાર કટ્ટા ડુંગળીની આવક થતા યોર્ડ ડુંગળીથી ઉભરાયુ હતુ.સરકાર દ્વારા ડુંગળી ની નિકાસબંધી કરાતા વીસ કીલો નાં રુ.200 થી 800 ને બદલે રુ. 100 થી 400 નો ભાવ બોલાતા ખેડુતો ને રુ. 200 થી300 ની નુકશાની વેઠવાનો વખત આવતા ખેડુતો રોષે ભરાયા હતા.અને હરરાજી અટકાવી દીધી હતી.
દમિયાન ડુંગળી ની પુષ્કળ આવક હોય ડુંગળી બગડી જાય તેવી પરિસ્થિતિ સર્જાતા કમીશન એજન્ટ એસોસિએશન નાં પ્રમુખ યોગેશભાઈ કયાડા એ ખેડુતો અને વેપારીઓ વચ્ચે દરમિયાનગીરી કરી સમજાવટ કરાવતા હરરાજી પુન: શરુ થવા પામી હતી.ડુંગળી માટે વિકટ પરિસ્થિતિ ના પગલે માર્કેટ યાર્ડ ના સત્તાધીશો દ્વારા હાલ ડુંગળી ની આવક બંધ કરાઇ છે
આ પણ વાંચો -કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે’ જાણો કોણે કહ્યું