Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ નવા પ્રમુખ તરીકે મનીષ ચનીયારાની વરણી, કાંતાબેન સાટોડીયા બન્યા ઉપ પ્રમુખ

અહેવાલ -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ    ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મનીષભાઈ ચનીયારા નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જયારે ઉપ પ્રમુખ તરીકે કાંતાબેન સાટોડીયાનું નામ જાહેર કરાયું છે.કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની જાહેરાત કરાઇ છે. ભાજપ કાર્યકરોએ પદાધિકારીઓના મો...
ગોંડલ નવા પ્રમુખ તરીકે મનીષ ચનીયારાની વરણી  કાંતાબેન સાટોડીયા બન્યા ઉપ પ્રમુખ

અહેવાલ -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ 

Advertisement

ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મનીષભાઈ ચનીયારા નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જયારે ઉપ પ્રમુખ તરીકે કાંતાબેન સાટોડીયાનું નામ જાહેર કરાયું છે.કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની જાહેરાત કરાઇ છે. ભાજપ કાર્યકરોએ પદાધિકારીઓના મો મીઠા કરાવી પૈસા ઉડાડ્યા હતા.

Advertisement

Image preview

ગોંડલ નગરપાલીકાના પ્રમુખ - ઉપપ્રમુખ ની અઢી વર્ષની મુદત પુર્ણ થતા નવા સુકાનીઓની ચુંટણી આજે યોજાઇ હતી. ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મનીષભાઈ ચનીયારા નામ પર પસંદગી નો કળશ ઢોળવામાં અવ્યો છે. જયારે ઉપ પ્રમુખ તરીકે કાંતાબેન સાટોડીયાનું નામ જાહેર કરાયું છે. પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખની ટર્મ પૂર્ણ થતાં નવા પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. પાલિકામાં ચાવીરૂપ ગણાતા પદ કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે સંજયભાઈ ધીણોજાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન રૈયાણીએ સૌ હોદેદારો, કર્મચારીઓ અને પ્રજાજનો નો આભાર માન્યો હતો.

Advertisement

Image preview

ઉત્સાહિત સમર્થકોએ પૈસાનો વરસાદ કર્યો

ગોંડલ નગરપાલિકા ખાતે બહોળી સંખ્યામાં ભાજપના સમર્થકો હાજર રહ્યા હતા. સમર્થકોએ હાર પહેરાવ્યા અને મીઠા મો કરાવ્યા હતા. કેટલાક ઉત્સાહી સમર્થકોએ રૂ. 10, 20, 50 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. રૂ. 500 વાળી નોટોના બંડલ ઉડયા હતા.

Image preview

કડવા પાટીદાર સમાજને પ્રમુખ પદ અપાયું

કડવા પાટીદાર મનીષભાઈ ચનીયારા પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. સામાન્ય રીતે પાલિકામાં પ્રમુખ પદે લેઉવા પાટીદારની પસંદગી થતી રહી છે. પરંતુ આ ટર્મમાં કોંગ્રેસના સંપુર્ણ સફાયા સાથે ભાજપે તમામ 44 બેઠકો કબ્જે કરી હોય દરેક જ્ઞાતિને પ્રભુત્વ મળી રહે તે હેતુ સાથે ભાજપ મોવડી મંડળ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ પ્રમુખપદ માટે કડવા પાટીદારની જ પસંદગી કરી છે. ઉપપ્રમુખ કાંતાબેન સાટોડીયા લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. જયારે કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આમ ભારતીય જનતા પાર્ટી એ પદાધિકારીઓની નિમણૂકમાં જ્ઞાતિનો બેલેન્સ જાળવવા પ્રયાસ કર્યો છે.

આ  પણ  વાંચો-BHAVNAGAR : નવા મેયર તરીકે ભરત બારડ વરણી, ડેપ્યુટી મેયર બન્યા મોના બેન પારેખ

Tags :
Advertisement

.