Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Development News: ગોંડલમાં 165 વર્ષ પુરાતન ભુરાબાવાના ચોરાનું નવીનીકરણ કરાયું

Gondal Development News: ગોંડલમાં 165 વર્ષ જૂના ભૂરાચોરાના નવીનીકરણની કામગીરી ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા તેમજ ભોજપરા યુવક મંડળ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં જ ચોરાના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે ગોંડલના 165 વર્ષ...
gondal development news  ગોંડલમાં 165 વર્ષ પુરાતન ભુરાબાવાના ચોરાનું નવીનીકરણ કરાયું

Gondal Development News: ગોંડલમાં 165 વર્ષ જૂના ભૂરાચોરાના નવીનીકરણની કામગીરી ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા તેમજ ભોજપરા યુવક મંડળ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં જ ચોરાના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

Advertisement

આ સાથે ગોંડલના 165 વર્ષ જૂના ઐતિહાસિક ભૂરાબાવા ચોરામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘેર ઘેર રંગોળી, ધજા, પતાકા સાથે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભગવાન શ્રી રામના દરબાર સાથેની મૂર્તિના દાતા અરવિંદભાઈ મારકણાના ઘરેથી શોભાયાત્રા નીકળી હતી. ડી.જેના તાલે સમગ્ર ભોજપરા રામમય વતારણમાં રંગાયું હતું.

Gondal Development News

Gondal Development News

Advertisement

ભૂરાબાવા ચોરો નામ કઈ રીતે પડ્યું

ગોંડલ એક ઐતિહાસિક નગર છે. અનેક ઇતિહાસ તેની ધરતીમાં ધરબાયેલાં પડ્યા છે. તે પૈકી ભુરાબાવાનો ચોરો પણ કહી શકાય. એ જમાનાંમાં દરેક ગામમાં એક ચોરો હોય જ્યાં સવાર સાંજ આરતી થતી હોય, સાધુ સંતોનાં બેસણાં હોય અને નિરાંતની પળોમાં લોકો ચોરે બેસી અલક મલકની વાતો કરતાં હોય, ગોંડલમાં ભુરાબાવાનો ચોરો એકમાત્ર આવું સ્થળ હતું.

ચોરાનું નામ ભુરાબાવાનો ચોરો કેમ પડ્યું તે અગે ધણી લોકવાયકાઓ છે. અહી રોટલો અને ઓટલો મોટો હતો. ભુરાબાવા નામે સાધુ ચોરામાં પુજા આરતી કરતા હતા. એ સમયમાં ગોંડલનાં રાજવી દ્વારા ગોંડલનાં દરેક મંદિરો કે ચોરામાં સાધુઓ માટે રોજીંદા ભોજન માટે લોટ, તેલ સહિતનો કાચો સિધો અપાતું હતું. ભુરાબાવા ભોજન બનાવી સાધુઓને જમાડતા હતા.

Advertisement

Gondal Development News

Gondal Development News

ભુરાબાવા કોણ હતા તે અંગે અનેક લોકવાયકા પ્રચલિત છે

ભુરાબાવા જુનાગઢથી આવેલા હતા. જડડીબુટીઓનાં જાણકાર હોવાથી વીંછી કરડેતો તેઓ જડીબુટ્ટીથી ઝેર ઉતારી દેતા હતા. આથી ખેડુતોમાં પ્રિય હતા. ભુરાબાવા ખંભે થેલો ટીંગાળતા અને બાળકોને આપવાંનો ખોરાક તેમા રાખતા હતા. ગોંડલનાં રાજવી સર ભગવતસિંહ પણ ચોરાની મુલાકાત લેતા હતા. એવી ઐતિહાસિક ઘરોહરને ફરી લોકો સમક્ષ ધબકતી કરવાનો વિચાર અશોકભાઈ પીપળીયા અને ભોજપરા યુવક મંડળને આવ્યો હતો.

આ પણ વાંચો: SURAT : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાહનચાલકોને લાડુ વિતરણ કરીને મનાવ્યો ‘રામોત્સવ’

Tags :
Advertisement

.