Gondal Crime News: દીકરીના લગ્ન માટે વ્યાજે પૈસા લેનાર પિતાએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટુકાવ્યૂં
Gondal Crime News: વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધાના છાસવારે બનાવો બનતા હોય છે. ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતાં ગોવિંદભાઈ છગનભાઈ લીંબાણીએ બે વર્ષ પહેલાં દિકરીના લગ્ન માટે પૈસા ઉધાર લીધા હતા. ગોવિંદભાઈએ જગદીશભાઈ નામના વ્યક્તિ પાસેથી 30,000, મહેશ છગન પાસેથી 40,000 અને ચંદ્રેશ ભૂરા વૈષ્ણવ પાસેથી 60,000 રૂપિયા ઉછીના લીધા હતા.
- મૃતકે વિવિધ લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા
- દીકરીના લગ્ન કરવવા માટે પૈસા ઉછીના લીધા હતા
- વ્યાજખારો દ્રારા મૃતકને માનસિક ત્રાસ આપવામાં આવતો
- મૃતક વ્યક્તિ એકલા હાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મૃતકે વિવિધ લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા
તે ઉપરાંત તેમણે ગામના વ્યક્તિ પાસેથી 35,000 રૂપિયા 5 ટકાના વ્યાજે લીધી હતા. તે ઉપરાંત અન્ય વ્યક્તિ પાસેથી પણ 2.5 લાખ 5 ટકા લેખે ઉધાર લીધાં હતાં. ત્યારે ગોંવિદભાઈને ઉંબાળા ગામના વ્યક્તિઓને પૈસા બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે લોકો ગોંવિદભાઈને ફોન દ્વારા અને વિવિધ રીતે મુલાકાત કરીને તેમને માનસિક ત્રાસ આપતા હતા.
મૃતક વ્યક્તિ એકલા હાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા
ત્યારે છેવટે કંટાળી ગોવિંદભાઈ લીંબાણીએ પોતાનાં ઘરે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને પરિવારજનો દ્વારા ગોંડલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંના તબીબોએ તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે ગોંવિદભાઈ દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
અહેવાલ વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો:UGVCL Digital Meter: સરકારે પ્રીપેડ સ્માર્ટ વીજ મીટર યોજના હેઠળ મીટર લગાવવાની કામગીરી કરી શરૂ