ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal Congress Meeting: લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લઈને ગોંડલમાં કોંગ્રેસની કારોબારી અને સંકલન બેઠક યોજાય

Gondal Congress Meeting: ગોંડલ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી (Lok Sabha) ને અનુલક્ષીને લઈને કારોબારી અને સંકલન બેઠક યોજાય હતી. બેઠક બાદ શહેરના મુદ્દાઓને લઈને કોંગ્રેસ (Congress) નેતાઓએ ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) ને આવેદનપત્ર આપ્યું હતું. લોકસભા ચૂંટણી (Lok...
08:56 PM Feb 21, 2024 IST | Aviraj Bagda
An executive and coordination meeting of the Congress was held in Gondal regarding the Lok Sabha elections

Gondal Congress Meeting: ગોંડલ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી (Lok Sabha) ને અનુલક્ષીને લઈને કારોબારી અને સંકલન બેઠક યોજાય હતી. બેઠક બાદ શહેરના મુદ્દાઓને લઈને કોંગ્રેસ (Congress) નેતાઓએ ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) ને આવેદનપત્ર આપ્યું હતું. લોકસભા ચૂંટણી (Lok Sabha) માં કોંગ્રેસ (Congress) સંગઠન અને રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું

ગોંડલ શહેરમાં કોંગ્રેસ (Congress) દ્વારા કારોબારી અને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી (Gujarat State Congress Party) ની સૂચનાને લઈને તમામ જિલ્લામાં તાલુકા વાઇઝ લોકસભાની ચૂંટણી (Lok Sabha) ને અનુલક્ષીને બેઠક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ બેઠક રાજકોટ જિલ્લા (Rajkot) ના ગોંડલ શહેરમાં યોજાય હતી. બેઠક પૂર્ણ થયા બાદ ગોંડલ શહેરના પ્રશ્નોને લઈને ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું.

આવેદન પત્રમાં જાહેર કરાયેલી વિગતો

આવેદન પાત્રમાં લખવામાં આવ્યું છે કે ગોંડલમાં ખુલ્લેઆમ LDO નું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. જિલ્લા એસપીએ ગોંડલ લોક દરબારમાં સ્વીકાર્યું હતું કે Duplicate LDO નું વેચાણ અટકાવવું અને બંધ કરાવવું એ અમારા હાથમાં નથી. અમે તેમાં દખલ કરી શકીએ નહીં. એ કાર્ય Tehsildar, પુરવઠા વિભાગ અને Deputy Collector નું છે. આવી રીતે એકબીજા વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે.

ગોંડલની સ્થાનિક પ્રજાના પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ

રાજકોટ જિલ્લા કોંગ્રેસ (Congress) પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું કે બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha) અંગે ચર્ચા થઈ હતી. ગોંડલની સ્થાનિક પ્રજાના પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ હતી. પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા દારૂ, જુગાર અને એલડીઓના ધંધા તાત્કાલિક બંધ કરાવવા જોઈએ. આ વિસ્તારના ખેડૂતોએ ઉભા પાકની સિંચાઈ માટે ફોર્મ ભર્યા છે. તો બીજી બાજુ પાણી નહીં મળતા પાકને નુકસાન થઈ રહ્યું છે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Gujarat Crime Report: ગૃહ મંત્રીએ કહ્યું ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો

Tags :
collectorCongressCongress MeetingDeputy CollectorGondalGondal Congress MeetingGujaratGujaratFirstLDOlok-sabhaLok-Sabha-electionRAJKOTRajkot Collector
Next Article