Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : 108 ના કર્મીઓની પ્રામાણિકતાની અનોખી મિસાલ

Gondal :  ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિસાલ પૂરી પાડતા હોય છે. 108 ની સેવા આકસ્મિક સમયમાં જીવન રક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવા માટે જાણીતી છે અને 108 એ તેની સેવાથી પ્રજાના હ્રદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું...
05:55 PM Feb 29, 2024 IST | Hiren Dave
108 personnel

Gondal :  ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિસાલ પૂરી પાડતા હોય છે. 108 ની સેવા આકસ્મિક સમયમાં જીવન રક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવા માટે જાણીતી છે અને 108 એ તેની સેવાથી પ્રજાના હ્રદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં જામકંડોરણા રાજકોટ 108 સ્ટાફે રૂ.1.34 લાખ કરતાં વધુ રકમ, મોબાઇલ ફોન સહિતની કિમતી વસ્તુઓ અકસ્માતગ્રસ્ત વ્યક્તિના પરિવારજનોને સાભાર પરત કરી ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જામકંડોરણા 108 ઇમરજન્સી ટીમને સાંજે કોલ આવ્યો હતો. જેમાં ગોંડલ (Gondal) તાલુકા હડમતલાથી આંબલીયા ગામ નજીક અકસ્માત નડતાં ફોર વ્હીલર કાર પલટી મારી જતા ચાલક યુવક બેભાન થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જામકંડોરણા 108 એમ્બ્યુલન્સ મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતાં ઇ.એમ.ટી પ્રવીણ ઠાકોર અને પાયલોટ પૃથ્વીરાજ જાડેજાને કાર ચાલક યુવાન બેભાન થયેલો જણાયો હતો.

 

આથી તેમને પ્રાથમિક સારવાર પુરી પાડી હતી. આ તકે વધુ તપાસ કરતાં ઇજાગ્રસ્ત યુવાન પાસે થી 1.34 લાખ રોકડા રકમ અને મોબાઇલ, સહિત ચીજવસ્તુઓ મળી આવી હતી, ઇ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ ના 108 ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓએ ઈમાનદારીની મિસાલ પુરી પાડતા બેભાન યુવાનની રોકડ રકમ અને મોબાઈલ ફોન જામકંડોરણા પોલીસ મથકે પોલીસ કોન્સટેબલને સુપ્રત કરી યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવકની ઓળખ કરી પરત એમનાં પરીવારને આ રોક્ડ સુપ્રત કરી હતી.108 ના ઇ.એમ.ઇ. જયસિંહ ઝાલા તેમજ ઉપરી અધિકારીઓએ બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી.

અહેવાલ  – વિશ્વાસ ભોજાણી -ગોંડા 

 

આ  પણ  વાંચો  - Gondal : ગોંડલ અક્ષર મંદિરે પધારશે BAPS સંસ્થાના 150 સંતો

Tags :
108 personnelExampleGondalhonestyJamkandoranauniqueગોંડલજામકંડોરણા
Next Article