Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : અક્ષર મંદિરે ખાતે ઉજવાયો શ્રી અક્ષર દેરીનો 156 મો પાટોત્સવ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    GONDAL : આજ રોજ વસંત પંચમીના (Vasant Panchami)પરમ પવિત્ર દિવસે ગોંડલ (GONDAL) સ્થિત શ્રી અક્ષર મંદિર ખાતે શ્રી અક્ષરદેરી (Shri Aksharderi ) નો 156 મો પાટોત્સવ અતિ ભવ્યતા પૂર્વક અને ધામધૂમથી ઉજવણી  કરવામાં  આવી  હતી...
gondal   અક્ષર મંદિરે ખાતે ઉજવાયો શ્રી અક્ષર દેરીનો 156 મો પાટોત્સવ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

GONDAL : આજ રોજ વસંત પંચમીના (Vasant Panchami)પરમ પવિત્ર દિવસે ગોંડલ (GONDAL) સ્થિત શ્રી અક્ષર મંદિર ખાતે શ્રી અક્ષરદેરી (Shri Aksharderi ) નો 156 મો પાટોત્સવ અતિ ભવ્યતા પૂર્વક અને ધામધૂમથી ઉજવણી  કરવામાં  આવી  હતી . પ્રાતઃકાળથી શ્રી અક્ષરદેરી સમક્ષ ભવ્ય વૈદિક મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલ તેમજ બહારગામના હરિભક્તોએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ પ્રાપ્ત કર્યો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષર મંદિરના પરિસરમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપૂજાવિધિ નો પ્રાપ્ત કર્યો હતો .

Advertisement

આજના આ પાવન અવસરે શ્રી અક્ષરદેરી સમક્ષ તથા મંદિર ઉપર ઠાકોરજી સમક્ષ ત્રણેય ખંડમાં તેમજ યોગ્ય સ્મૃતિ મંદિરમાં 500 કરતા વધુ થાળ દ્વારા વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન હરિભક્તોને આ ભવ્ય અન્નકૂટના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

આજે અક્ષરદેરી ના પાટોત્સવ પ્રસંગે હરિભક્તો પ્રદક્ષિણા, મંત્રજાપ તેમજ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ગાન દ્વારા ઠાકોરજીના ચરણે ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ અક્ષર મંદિર ખાતે દર્શનાર્થે પધાર્યો હતો અને તમામ હરિભક્તોએ ઠાકોરજીના દર્શન તેમજ અન્નકૂટના દર્શન દ્વારા ધન્યતા અનુભવી હતી.

Advertisement

આ  પણ  વાંચો  - Ahmedabad : મણિનગરમાં બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડતા 5 દટાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.