Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur Rituals Fair: કવાંટના રૂમાડિયા ગામે 200 વર્ષ જૂના ગોળ ફેરિયાના મેળામાં માનવ મહેરામણ ઉટ્યું

Chhotaudepur Rituals Fair: છોટાઉદેપુર જિલ્લો (Chhotaudepur) એ આદિવાસી (Tribal) બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં હોળી મહત્વનો તહેવાર છે. આદીવાસી (Tribal) વિસ્તારોમાં ગામેગામ હોળી પૂર્વે અને હોળી (Holi Festival) બાદ મેળાઓનું આયોજન કરાય છે. તેમાંનો એક વિશ્વ પ્રખ્યાત મેળો છોટાઉદેપુર...
chhotaudepur rituals fair  કવાંટના રૂમાડિયા ગામે 200 વર્ષ જૂના ગોળ ફેરિયાના મેળામાં માનવ મહેરામણ ઉટ્યું

Chhotaudepur Rituals Fair: છોટાઉદેપુર જિલ્લો (Chhotaudepur) એ આદિવાસી (Tribal) બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં હોળી મહત્વનો તહેવાર છે. આદીવાસી (Tribal) વિસ્તારોમાં ગામેગામ હોળી પૂર્વે અને હોળી (Holi Festival) બાદ મેળાઓનું આયોજન કરાય છે. તેમાંનો એક વિશ્વ પ્રખ્યાત મેળો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રૂમડિયા ગામે ગોળ ફેરિયાના અનોખો મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ મેળો હોળીના ત્રિજા દિવસે થાય છે.

Advertisement

  • મેળાને લઇને ગામમા એકબીજામા એકતા ટકી રહે છે
  • ગોળ ફેરીયાના મેળામા એક માંડવો બનાવવામા આવે છે
  • એક વાર પરંપરાનું ઉલ્લંધન કરતા ગામમાં રોગચાળો ફેલાયો

Chhotaudepur Rituals Fair

આજે રૂમડિયા ખાતે યોજાયેલ ગોળ ફેરિયાના મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી (Tribal) સમાજના લોકો પહોચી તેઓના સાંસ્કૃતિક પેહેરવેશમાં સજજ થઈ મેળામાં નાચ-ગાન તેમજ વાંસળી વાદન ઢોલ તાસાના તાલે મગ્ન બની મેળાનો ભરપૂર આનંદ માણ્યો હતો. ગોળ ફેરિયાનો મેળો લગભગ 2૦૦ વર્ષથી કવાંટ (Kavant) માં ભરાતો હોવાનું ગામ લોકો જણાવે છે. જેમા જિલ્લાના મોટાભાગના આદિવાસીઓ (Tribal) આવે છે. અહીંના આદીવાસીઓમાં (Tribal) આ મેળાને લઇને ગામમા એકબીજામા એકતા ટકી રહેતી હોવાનુ માને છે.

Advertisement

ગોળ ફેરીયાના મેળામા એક માંડવો બનાવવામા આવે છે

રૂમાડીયા ખાતે યોજાતા ગોળ ફેરીયાના મેળામા એક માંડવો બનાવવામા આવે છે. જેના ઉપર એક સાગના લાકડાનું થડ વર્ષોથી રોપવામા આવે છે. જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે. એક છેડે દોરડું બાંધી તેના પર રાઠવા આદિવાસી (Tribal) સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે. જયારે બામણિયા ગોત્રના 6 થી 8 લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે. જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવામાં આવે છે. તેથી આ મેળાને ગોળ ફેરીયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે.

Chhotaudepur Rituals Fair

Advertisement

એક વાર પરંપરાનું ઉલ્લંધન કરતા ગામમાં રોગચાળો ફેલાયો

ગામની આજુ બાજુના લોકો પરંપરાગત પોશાકમાં ઢોલ વાંસળીના તાલ સાથે ગોળ ફેરિયાની ફરતે નાચગાન કરતા જોવા મળ્યા હતા. ગામ લોકો સાથે વાત કરતાં લોકો જણાવી રહ્યાં છે કે, એક વર્ષે સંજોગોવસાત ગોળ ફેરિયુ નહીં કરતા ગામમાં ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેથી હવે દર વર્ષે ગોળ ફેરિયાની પરંપરા નિયમિત રીતે યોજવામાં આવે છે. આ ગોળ ફેરિયા મેળામાં કોઈ પડી જાય તો પણ એને કશું થતું નથી. તેવી આસ્થા સાથે આ મેળો 200 વર્ષ કરતા વધુ સમયથી યોજવામાં આવે છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Swaine Flu Cases: બેવડી ઋતુને કારણે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ધરખમ વધારો

આ પણ વાંચો:Gujarat BJP Meeting: 26 લોકસભા બેઠકો માટે BJP નું આ કેવુ પ્લાનિંગ ?

આ પણ વાંચો:Palsana Raped Case Update: સુરતના ગામમાં 11 વર્ષીય બાળકીને પીંખી નાખનાર બે નરાધમ ઝડપાયા

Tags :
Advertisement

.