Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Godhra Key Voters: મુખ્યમંત્રીએ અને પંચમહાલ ભાજપ કાર્યકરોએ Key Voters સાથે સંવાદ કાર્યક્રમ કર્યો

Godhra Key Voters: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા પંચમહાલ લોકસભા બેઠક (Lok Sabha Seat) ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને કી-વોટર્સ (Key Voters) સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત BJP...
10:52 PM Mar 30, 2024 IST | Aviraj Bagda
Godhra Key Voters

Godhra Key Voters: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા પંચમહાલ લોકસભા બેઠક (Lok Sabha Seat) ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને કી-વોટર્સ (Key Voters) સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત BJP ના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે આગામી ચૂંટણીલક્ષી (Lok Sabha ELection) સમીક્ષા અને સુચના માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Godhra Key Voters

આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને લઈ મુખ્યમંત્રી (CM Bhupendra Patel) દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રબુદ્ધ નાગરિકો અને કી-વોટર્સ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પંચમહાલ લોકસભા બેઠક (Lok Sabha Seat) નો કાર્યક્રમ ગોધરા ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી (CM Bhupendra Patel) સહિત પ્રદેશ કક્ષાના હોદ્દેદારો અને પદાઅધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રથમ BJP ના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો.

ગોધરામાં છેલ્લા ઘણાં વર્ષોથી મેશરી નદી મૃત અવસ્થામાં

Key Voters

આ કાર્યક્રમ દરમિયાન શહેરમાંથી વિવિધ નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરમાંથી પસાર થઈ રહેલી મેશરી નદી હાલ મૃત:પાય અવસ્થામાં ફેરવાઈ રહી છે. જેને પુનર્જીવિત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોધરા શહેરના માર્ગો દર વર્ષે બનાવ્યા બાદ તૂટી જતાં હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ મેશરી નદીને પુનર્જીવિત કરવાની 100 ટકા ખાતરી આપી

Key Voters

એવી જ રીતે અન્ય એક નાગરિક દ્વારા હાલ શહેરમાં ચાલી રહેલી ફ્લાય ઓવર બ્રિજ કામગીરી માટે બનાવવામાં આવેલા સર્વિસ રોડ યોગ્ય નહીં બનાવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તે દરમિયાન મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ તમામને સાંભળ્યા બાદ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. સાથે સાથે જ ગોધરા શહેરમાંથી પસાર થતી મેશરી નદીને પુનર્જીવિત કરવાની 100 ટકા ખાતરી આપી હતી.

અહેવાલ : નામદેવ પાટીલ 

આ પણ વાંચો: Gujarat First એ પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી

આ પણ વાંચો: VADODARA : ફતેગંજમાં પીવાલાયક પાણી ગટરમાં વહી રહ્યાનો સિલસિલો જારી

આ પણ વાંચો: VADODARA : રોજના રૂ. 10 હજાર ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા લોકો મજબુર

Tags :
BJPGodhraGodhra Key VotersGujaratGujaratFirstKey Voterslok-sabhaLok-Sabha-electionPanchamahalVoteVoting
Next Article