Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Godhra Fire Factory: દૂધની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં વિનાશકારી બેકાબૂ આગી ભભૂકી

Godhra Fire Factory: ગોધરાના GIDC માં આવેલી એક દૂધની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ગણતરીના સમયમાં ફેક્ટરીમાં લાગેલી આગે વિશાળ સ્વરૂપ ધારણ કરી અને આકાશમાં કદાવાર આકરાના ધુમાડાના ગોટાઓ હવામાં ફળી રહ્યા હતા. ગોધરાની દૂધની ફેક્ટરીમાં લાગી ભયાવહ...
03:56 PM Apr 03, 2024 IST | Aviraj Bagda

Godhra Fire Factory: ગોધરાના GIDC માં આવેલી એક દૂધની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ગણતરીના સમયમાં ફેક્ટરીમાં લાગેલી આગે વિશાળ સ્વરૂપ ધારણ કરી અને આકાશમાં કદાવાર આકરાના ધુમાડાના ગોટાઓ હવામાં ફળી રહ્યા હતા.

Godhra Fire Factory

મળતી માહિતી મુજબ, ગોધરાના GIDC માં આવેલી બોમ્બે ચોપાટી નામની દૂધની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં આકસ્મિક સ્વરૂપે ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં આવેલા 3 માળે આસ્ક્રિમના ગોડાઉનથી આગની શરૂઆત થઈ હતી. ફેક્ટરીના 3 માળે શોર્ટ સર્કિટના કારણે AC પેનલમાં આગ લાગી હતી. તેના કારણે સંપૂર્ણ 3 માળે ફેક્ટરીમાં ફરી વળી હતી.

ફેક્ટરીનો મોટા પ્રમાણમાં ભાગ આગની ચપેટમાં આવ્યો

ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પર ગોધરા નગરપાલિકાના અગ્નિશામક દળના કાર્યકારો આવી પહોંચ્યા હતા. પરંતુ આ સમયગાળાની વચ્ચે આગ દ્વારા ફેક્ટરીનો મોટાભાગના વિભાગનો આગની ચપેટમાં આવી ગયા હતા. તેના કારણે આજુબાજુના કારખાનાના વ્યક્તિઓએ પણ તેમનો માલ-સામાન કારખાનામાંથી ખાલી કરવા લાગ્યા હતા.

Godhra Fire Factory

આગ બેકાબૂ થતા અન્ય વિસ્તારોમાંથી મદદ બોલાવી પડી

આ પરિસ્થિતમાં સ્થાનિક અગ્નિશામક દળના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો મારવામાં આવી રહ્યો હતો. પરંતુ આગની સામે પાણીનો જથ્થો પૂરતો હતો નહીં. તેથી તાત્કાલિક ધોરણે હાલોલ-કલોક લુણાવાડાના અગ્નિશામક દળના વિભાગની મદદ બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ : RTE અંતર્ગત પ્રવેશ મેળવનારા 170 વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ, કારણ ચોંકાવી દેશે

આ પણ વાંચો: VADODARA : નંદેસરીમાં ટેન્કરમાંથી એસિડ લીક થતા ભય પ્રસર્યો

આ પણ વાંચો: Big Breaking : જેની રાહ જોવાતી હતી તે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક શરુ

Tags :
factoryfire brigadeGodhraGodhra Fire FactoryGujaratGujaratFirstMILK PRODUCT
Next Article