Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Godhra Dried Canal: 40 વર્ષ અગાઉ તૈયાર કરેલી કેનાલ સોભાના ગાંઠિયા સમાન

Godhra Dried Canal: ગોધરા (Godhra) ના બોડીદ્રા ગામમાં સિંચાઈ સુવિદ્યા માટે બનાવવામાં આવેલી કેનાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ઓરવાડા અને બોડીદ્રા તળાવ (Lake) મારફતે કેનાલમાં આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેથી સ્થાનિકોની સિંચાઈ (Irrigation) સુવિધા...
godhra dried canal  40 વર્ષ અગાઉ તૈયાર કરેલી કેનાલ સોભાના ગાંઠિયા સમાન

Godhra Dried Canal: ગોધરા (Godhra) ના બોડીદ્રા ગામમાં સિંચાઈ સુવિદ્યા માટે બનાવવામાં આવેલી કેનાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ઓરવાડા અને બોડીદ્રા તળાવ (Lake) મારફતે કેનાલમાં આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેથી સ્થાનિકોની સિંચાઈ (Irrigation) સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે ઉગ્ર માગ ઉઠી છે.

Advertisement

  • બોડીદ્રા તાલુકાની કેનાલ પાણી વગર માટીનુ મેદાન બન્યું
  • ખેતરોમાં પાણી ના મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં
  • પાણી ના મળતા અમૂલ્ય ખેતરો વેરાન બને છે

Godhra Dried Canal

ગોધરા (Godhra) ના બોડીદ્રા અંદાજીત 10 હજારની વસ્તી ધરાવતું ગામ છે. અહીં આવેલી 500 હેકટર કરતાં વધુ જમીનમાં ખેડૂતો (Farmers) ચોમાસા સિવાયની અન્ય 2 ઋતુમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે અંદાજીત 40 વર્ષે પૂર્વે ઓરવાડા સિંચાઈ માટે કેનાલનું નિર્માણ કરાયું હતું. શરૂઆતમાં પાણી રાબેતા મુજબ આવવાના લીધે સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Advertisement

કેનાલમાં પાણી ન હોવાને કારણે માટીનું મેદાન બની

પરંતુ એકાએક પાણીની અછત થવાથી સ્થાનિકો આર્થિક અને પ્રાથમિક જરૂરિયાતને લઈ હાલાકી ભોગવી રહ્યા છે. હાલ સમગ્ર તળાવ (Lake) માં માટીના ઢેભાં નજરે ચડે છે. ઓરવાડા ગામના તળાવ (Lake) માં પાણીનો જથ્થો હોવા છતાં ગોધરા તાલુકાના બોડીદ્રા ગામના ખેડૂતો (Farmers) ને છેલ્લા 35 દિવસથી સિંચાઈ માટે પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું નથી. બીજી તરફ અહીં કુવાના જળસ્તર પણ નીચે જવાથી ખેડૂતો (Farmers) ને કુવા મારફતે સિંચાઈ નહીંવત પ્રમાણમાં થઈ શકે છે.

Godhra Dried Canal

Advertisement

પાણી ના મળતા અમૂલ્ય ખેતરો વેરાન બને છે

તો આવા સંજોગોમાં ચોમાસા બાદના સમયમાં સ્થાનિકો પેટિયું રળવા બહારગામ મજૂરી કામે જવા મજબુર બને છે દરમિયાન અમૂલ્ય ખેતરો પણ વેરાન બની જાય છે. બોડીદ્રા ગામમાં આવેલા તળાવમાંથી પણ 3 ફળિયામાં તળાવ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. તે પણ બંધ કરી દેવાયું છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે, ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર ક્યારે જાગશે અને બોડીદ્રા ગામમાં રહેતા જગતના તાતની કફોડી સ્થિતિનું નિરાકરણ લાવશે.

આ પણ વાંચો: VADODARA : મનભેદ નથી, ભગતસિંહ ચોકથી ઉમેદવારના પ્રચારના શ્રીગણેશ થશે – રૂત્વિજ જોશી

આ પણ વાંચો: Parshottam Rupala : રૂપાલા વિવાદમાં આજના સૌથી મોટા સમાચાર, વાંચો અહેવાલ

આ પણ વાંચો: BJP Candidate Parshottam Rupala: ભાજપના નેતાઓએ ઉમેદવારી પરત ખેંચવા પર પત્ર લખ્યો

Tags :
Advertisement

.