ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Global Trade Show: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરાયું આયોજન

Global Trade Show: ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન બાદ 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો' માં દિવસ દરમિયાન દેશ-વિદેશના મહાનુભાવો-ઉદ્યોગપતિઓ ખાસ મુલાકાતે આવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લેનાર મહાનુભાવો જેમાં મોરોક્કોના ઉદ્યોગ-વેપાર...
12:20 AM Jan 11, 2024 IST | Aviraj Bagda
Vibrant Gujarat Global Trade Show organized

Global Trade Show: ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન બાદ 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો' માં દિવસ દરમિયાન દેશ-વિદેશના મહાનુભાવો-ઉદ્યોગપતિઓ ખાસ મુલાકાતે આવ્યા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લેનાર મહાનુભાવો

જેમાં મોરોક્કોના ઉદ્યોગ-વેપાર મંત્રી રિયાદ મેઝુર, કોરિયાના એમ્બેસેડર યુત ચાન જાએ બોક તેમજ ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર યુત ફિલિપ ગ્રીન સહિત મહાનુભાવોએ ડોમ નંબર-૧માં ઇન્ટરનેશનલ પેવેલિયનમાં પોતાના દેશના સ્ટોલ્સની મુલાકાત કરીને જરૂરી વિગતો મેળવી હતી. આ ઉપરાંત હરિયાણાના નાયબ‌ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ડોમ નંબર -૭માં આરોગ્ય મંત્રાલય અને ભારતીય વાયુદળ‌ના ઉપક્રમે તૈયાર કરાયેલા સ્વદેશી 'આરોગ્ય મૈત્રી ક્યૂબ'ની મુલાકાત કરી હતી.

ગાંધીનગર ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો -૨૦૨૪માં સૌથી વધુ ૨૦ દેશોના સ્ટોલ્સ ધરાવતાં 'આંતરરાષ્ટ્રીય પેવેલિયન'માં આજે વિવિધ દેશોના મહાનુભાવો-ઉદ્યોગપતિઓએ વિશેષ મુલાકાત કરી હતી.

ગ્લોબલ ટ્રેડ શોમાં સંસ્કૃતિ અને વિકાસનું પ્રદર્શન કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વના અનેક દેશોનું ધ્યાન ભારત તરફ આકર્ષાયું છે. વિવિધ દેશો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા માટે તત્પર બન્યા છે.વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ વ્યાપારની તકોને વિકસાવવા માટે ભારત અને ગુજરાત તરફ મીટ માંડી રહી છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે એક પ્લેટફોર્મ બની રહ્યું છે.

આ પેવેલિયનમાં ઇંગ્લેન્ડ,ઓસ્ટ્રેલિયા,રશિયા,જાપાન, થાઇલેન્ડ,વિયતનામ,કોરિયા,સિંગાપોર મોઝામ્બિક,એસ્ટોનિયા,નોર્વે,બાંગ્લાદેશ જેવા 20થી વધુ દેશોના સ્ટોલ્સ મહાનુભાવો અને મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.વિવિધ દેશોના પ્રતિનિધિઓ તેમના દેશની કલા,સંસ્કૃતિ,વારસો, ઉદ્યોગો,એગ્રીકલ્ચર,પ્રવાસન સહિતની વિગતોથી મહાનુભાવો- મુલાકાતીઓને પ્રદર્શકો માહિતગાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: VGGS 2024 : વિવિધ દેશોના વડાઓએ PM ની દુરંદેશી અને આયોજનબદ્ધ પગલાંની મુક્ત કંઠે સરાહના કરી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
E-VIBRANT GUJARATGujaratGujaratFirstinfrastructureNarendraModiPMModiVibrantGujarat
Next Article