Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gift City News: Gift City માં Global Hydrogen Trading માટે મિકેનિઝમ વિકસાવવા MoU થયા

Gift City News: Gift City ખાતેના International Finacial Sevice Center (IFSC) Global Hydrogen Trading Plantform ઊભું કરવા માટે Indian Gas Exchange (IGEx) અને Gujarat State Petrolium Corporation સાથે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી હતી. Gift City માં IFSC અને IGEx ની...
07:42 PM Jan 16, 2024 IST | Aviraj Bagda
An MoU was signed to develop a mechanism for Global Hydrogen Trading in Gift City

Gift City News: Gift City ખાતેના International Finacial Sevice Center (IFSC) Global Hydrogen Trading Plantform ઊભું કરવા માટે Indian Gas Exchange (IGEx) અને Gujarat State Petrolium Corporation સાથે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી હતી.

Gift City માં IFSC અને IGEx ની શરૂઆત કરવામાં આવી

વિશ્વભરમાં આ પ્રકારની સૌ પ્રથમ એવી આ પહેલ ગિફ્ટ સિટીને ઊભરતા ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્રના અગ્રીમ મોરચે મૂકશે. આ સહયોગમાં મહત્વનું પાસું હવે પછી લોન્ચ થનારો Global Hydrogen Price Index છે.

આ એક એવો બેન્ચમાર્ક છે, જે ભારતમાં ઊભરતા ગ્રીન હાઇડ્રોજન માર્કેટમાં પ્રાઇઝ ડિસ્કવરી અને માર્કેટ ઇન્ફોર્મેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ મિકેનિઝમ પારદર્શકતા, રોકાણકારોનો આત્મવિશ્વાસ અને વૈશ્વિક સ્તરે ગ્રીન હાઇડ્રોજન માર્કેટના વિકાસને આગળ વધારશે તેવી સંભાવના છે.

તેની સાથે Global Hydrogen Price Index રજૂ કરાશે

Gift City ભારતમાં નોટિફાઇડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર છે. હાલ Gift City આઈએફએસસીમાં બેંકિંગ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ્સ, એસેટ મેનેજમેન્ટ અને ફિનટેક વર્ટિકલ્સ કાર્યરત છે. આ ઉપરાંત ગોલ્ડ અને સિલ્વર જેવી કોમોડિટીઝના પણ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થકી મોટાપાયે સોદા થાય છે.

Gift City IFSC નો હેતુ કોમોડિટીઝ સહિત Global Security Exchange ને વિકસાવવા તથા તેને પ્રોત્સાહન આપવાનો તથા વિશ્વભરમાં સોદા થતા હોય તેવી કોમોડિટીઝ માટે કિંમતો મેળવવા માટે લીડરશીપ ઊભી કરવાનો છે.

CM Bhupendra Patel ની ઉપસ્થિતિમાં MoU સાઈન કરાયા

Indian Gas Exchange સાથે મળીને GSPC હાઇડ્રોજન માટે ઇન્ડેક્સ બનાવવા મિકેનિઝમ વિકસાવશે તથા Gift City IFSC માં સોદા કરવા માટે વૈશ્વિક સંસ્થાનોને આકર્ષશે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં MoU પર હસ્તાક્ષરની વિધિ સંપન્ન થઈ હતી.

જે આધુનિક ટકાઉ ઊર્જા ઉકેલો માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. MoU પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમમાં આઈજીએક્સના સીઈઓ રાજેશ કે. મેદિરત્તા, ગિફ્ટ સિટીના IFSC વિભાગના હેડ સંદીપ શાહ અને GSPC ના એમડી મિલિંદ તોરવાણે પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Gondal News: કોંગ્રેસ કાર્યકર અને તેમના વકીલ પર કર્યો જીવલેણ હુમલો

Tags :
E-VIBRANT GUJARATGandhinagarGiftCityGujaratGujaratFirstIFSCIGExMoUVibrantGujarat
Next Article