Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ઘી ગુડ રેસ્ટોરન્ટ આવી વિવાદમાં,ગ્રાહકે મંગાવેલ સીંગદાણામાંથી નીકળી ઇયળ

અમદાવાદમાં રેસ્ટોરન્ટના ભોજનમાં ઇયળ મળી રહી છે. જેમાં અમદાવાદમાં રેસ્ટોરન્ટસના ભોજન સામે પ્રશ્નો ઉઠ્યા છે. ત્યારે પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઘી-ગુડ વિવાદમાં આવી છે. સ્ટાર્ટરમાં આપેલી ડીશમાં જીવાત નીકળી હતી. સડેલા સીંગદાણા ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.   સીંગદાણામાં ઇયળ પણ જોવા મળી...
02:49 PM Nov 10, 2023 IST | Hiren Dave

અમદાવાદમાં રેસ્ટોરન્ટના ભોજનમાં ઇયળ મળી રહી છે. જેમાં અમદાવાદમાં રેસ્ટોરન્ટસના ભોજન સામે પ્રશ્નો ઉઠ્યા છે. ત્યારે પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઘી-ગુડ વિવાદમાં આવી છે. સ્ટાર્ટરમાં આપેલી ડીશમાં જીવાત નીકળી હતી. સડેલા સીંગદાણા ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.

 

સીંગદાણામાં ઇયળ પણ જોવા મળી હતી

સીંગદાણામાં ઇયળ પણ જોવા મળી હતી. નારણપુરામાં આવેલી ઘી-ગુડ રેસ્ટોરન્ટની આ ઘટના છે. ગ્રાહકોએ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે. ગુજરાતમાં તાજેતરમાં જ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પીઝામાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી ચૂકી છે. જે બાદમાં હવે અમદાવાદમાં ડ્રાયફ્રૂટમાંથી જીવાત નીકળી હતી. આ સાથે જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ હવે સંબંધિત વિસ્તારમાં ફૂડ વિભાગ દોડતું થયું છે.

 

અમદાવાદમાં ડ્રાયફ્રૂટમાંથી નીકળી જીવાત

અમદાવાદમાં પીઝામાંથી જીવાત નીકળ્યા બાદ હવે ડ્રાયફ્રૂટમાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સાઉથ બોપલના શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલા માધવ ડ્રાયફ્રૂટમાંથી બોપલમાં રહેતા એક પરિવારે ડ્રાયફ્રૂટની ખરીદી કરી હતી. જોકે માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી ખરીદી કરેલ ડ્રાયફ્રૂટમાં જીવાત નીકળતા પરિવાર ચોંકી ઉઠ્યો છે. આ તરફ હવે આ દુકાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું. આ અગાઉ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો-SURAT : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અનોખી પહેલ, દિવ્યાંગ બાળકોને કર્યા પ્રોત્સાહિત

 

Next Article