Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી આવશે ગુજરાત

Gandhinagar News : આગામી લોકસભા ચૂંટણી( Lok Sabha elections )ને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આગામી...
12:11 PM Jan 03, 2024 IST | Hiren Dave
amit shah gujarat visit

Gandhinagar News : આગામી લોકસભા ચૂંટણી( Lok Sabha elections )ને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) સંદર્ભે આગામી 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગર (Gandhinagar News) માં ભાજપની મહત્વની બેઠક મળવાની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ  (Amit Shah) પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ (C. R. Patil) ની અધ્યક્ષતામાં મળશે. CM ભૂપેન્દ્રભાઈ  પટેલ અને મંત્રિ મંડળના સભ્યો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે.

ગુજરાત ભાજપ (Gujarat BJP)  ના અગ્રણી નેતા અને લોકસભા ચૂંટણી માટે બનાવેલી કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે. ખાસ વાત છે કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રાજ્યના લોકોને ભગવાન રામના દર્શન કરાવવા માટે લઇ જવાનું ખાસ આયોજન પણ કરાશે. વિવિધ કમિટીની કામગીરી સંદર્ભે જીણવટભર્યુ આયોજન કરાશે, સરકારી યોજનાના લાભાર્થી અને એક-એક નાગરિક સુધી પહોંચવા ખાસ આયોજન કરાશે. આ મહત્વની બેઠક ગાંધીનગર (Gandhinagar News)ના પથિકાશ્રમ, કમલમ અથવા મુખ્યમંત્રી નિવાસ્થાને મળી શકે છે.

આ પણ વાંચો -Chhota Udepur: વિદ્યાર્થિનીઓની છેડતી મામલે સરકાર ગંભીર, ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને આપી આ સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amit Shahamit shah newsBJPelection meetinggandhinagar meetingGandhinagar NewsGujaratGujarat BJPlok-sabhaLok-Sabha-election
Next Article